દીવ ચેકપોસ્ટ પાસે મેઈન રોડ ટચ પ્રિમિયમ લોકેશન ધરાવતું ખૂબ જ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યુ છે સોમનાથ રેસીડેન્સી એપાર્ટમેન્ટ
સોમનાથ રેસીડેન્સી નું ઉદ્ઘાટન ખૂબ જ વિવિધ સભર તેમજ અનોખી રીતે કરવામાં આવ્યું હતું. દીવમાં તેમજ દીવના આજુબાજુના વિસ્તારમાં અનેક એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. પરંતુ સોમનાથ રેસીડેન્સી અન્ય અપાર્ટમેન્ટ થી ખૂબ જ અલગ છે કારણકે સોમનાથ રેસીડેન્સી ખૂબ જ લક્ઝરિયસ તેમજ અદ્યતન સુવિધાઓથી ભરપુર છે. આ સાથે અહીંનું વાતાવરણ ખૂબ જ શાંતિભર્યું અને મનમોહક છે . અને આ જ રીતે તેનુ ઉદ્ઘાટન સમાજ માટે એક નવું દૃષ્ટાંત પૂરું પાડે એવી રીતે કરવામાં આવ્યું હતું.
દીવમાં મહંત બાલુગીરી ગૌસ્વામી તેમજ તેમના સુપુત્ર ધર્મેન્દ્ર ગીરી ગૌસ્વામી જે સમાજ સેવાના કર્યોમા આગવું સ્થાન ધરાવે છે તેમના દ્વારા સોમનાથ રેસિન્ડન્સી નું નિર્માણ કરવામાં આવ્યું તેમજ તેનું લોકાર્પણ મહંત શ્રી અમરગીરી બાપુના હસ્તે કરવામાં આવ્યું આ સાથે જે અત્યાર સુધી દીવ ની અંદર ક્યારેય નથી બન્યું એવું એક ઉમદા ઉદાહરણ જેને કહી શકાય એવો એક સુંદર વિચાર સમાજ સેવક શ્રી ધર્મેન્દ્રગિરી ગોસ્વામી ને આવ્યો અને સોમનાથ રેસિડેન્સીના ઉદ્ઘાટન મા દેલવાડા પ્રયાગ સ્થિત મુકતાનંદ બાપુ સંત દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમના વડિલો ને અતિથી વિશેષ રૂપે બોલાવવામાં આવ્યા હતા. આ વૃદ્ધોની ખૂબ જ માન સન્માન સાથે તેમના કંકુપગલા કરાવવામાં આવ્યા હતા. અને વૃદ્ધાશ્રમ ના પ્રતિનિધિ શ્રી વિવેકાનંદ બાપુની પધારીને આ પ્રસંગ ની દીપાવ્યો હતો. આ સાથે સૌથી મહત્વનું અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જેને કહી શકાય એ હતું હિન્દુ-મુસ્લિમ એકતાનું મજબૂત પ્રદર્શન એટલે કે આ ઉદ્ઘાટન પ્રસંગે હિન્દુ ધર્મના મહંત શ્રી અમર ગિરીબાપુ બ્રહ્માકુમારી સેન્ટર ના શ્રી ગીતા દીદી ની સાથે મુસ્લિમ સમાજના અગ્રણી સમાજ સેવક શ્રી રફિકભાઈ શુમરા તેમજ મોહનભાઇ વાજા કારોબારી સભ્યો અતિથિ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ ઉપરાંત અનેક હિંદુ મુસ્લિમ આગેવાનો આ મંચ ઉપર શોભાયમાન થયા હતા.
સોમનાથ રેસીડેન્સી અદ્યતન અને લકઝરીયસ સુવિધાઓની સાથે સંતો-મહંતો અને વડીલોના આશીર્વાદ તેમજ પાવનકારી પગલે એક અલૌકિક સુખ-શાંતિનો અનુભવ કરાવનાર વાતાવરણ થી ભરપુર છે જ્યાં રહીને આપ એક સુખદ જીવનની શરૂઆત ની સાથે ખૂબ જ શાંતિનો અનુભવ કરી શકો છો.
દીવ તેમજ આજુબાજુનાા વિસ્તાર માટે હંમેશા કહેવામાં આવે છે કે આખા દેશમાં હિંદુ મુસ્લિમ કોમવાદ ઉપર ઝઘડાઓ થતા હોય પરંતુ દિવ ની અંદર હંમેશા હિંદુ મુસ્લિમ ભાઈ ભાઈ ની જેમ રહે છે અને આ વાતને ગૌસ્વામી પરિવારે સોમનાથ રેસિડેન્સીના ઉદ્ઘાટન પ્રસંગે ચરિતાર્થ કરી બતાવી.