૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનો રાજકોટમાં ઉત્સાહભેર આરંભ થઈ ચૂકયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રી મંડળના સભ્યો દ્વારા કરોડો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત કરવામાં આવી રહ્યા છે.
રાજકોટે જાણે દુલ્હનની માફક સોળે શણગાર સજયા હોય તેવો આહ્લાદક માહોલ જોવા મળી રહ્યો છે.
મહાપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ૩૭ સર્કલોને થીમબેઈઝ શણગારવામાં આવ્યા છે.
આવતી કાલથી આખુ શહેર દેશ ભકિતના રંગે રંગાય જશે. સતત ચાર દિવસ સુધી રાજકોટમાં આંખોને આંજી દેતી રોશની કરવામાં આવશે. ફલાવર શોનો પણ કાલથી આરંભ થઈ રહ્યો છે.
રંગીલા રાજકોટવાસીઓને ઉત્સવ ઉન્માદ સાતમાં આસમાને પહોચી ગયો છે. પ્રજાસતાક પર્વ જેમજેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ શહેરીજનોનો હર્ષોલ્લાસ પણ વધી રહ્યો છે.