ઇસરોના પૂર્વ ચેરમેન ડો. એસ. એસ. કિરનકુમારે છાત્રોને આપ્યું માર્ગદર્શન
ક્રાઇસ્ટ કોલેજ ખાતે ૧રમું રાષ્ટ્રીય વિજ્ઞાન સંમેલન જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન ડો. એ.એસ. કિરનકુમાર ઉ૫સ્થિત રહ્યા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ રાષ્ટ્રીય વિજ્ઞાન સંમેલનમાં દેશના વિવિધ રાજયોમાંથી કુલ ૯૦૦ થી પણ વધુ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતાં વિઘાર્થીનીઓએ ભાગ લીધો હતો. તેમજ પોસ્ટર પ્રેઝન્ટેશન અને ઓરલ પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન સંમેલનનો મુખ્ય હેતુ વિઘાર્થીઓને દેશના વૈજ્ઞાનિકો પાસેથી પોતાના પ્રશ્ર્નોનો યોગ્ય જવાબ મળી રહે તેમની જે વિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં વધુ જાણકારો મેળવી સફળતા પ્રાપ્ત કરે.
ડો. એ.એસ. કિરનકુમાર (ભૂતપૂર્વ ઇસરો ચેરમેન) એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, ક્રાઇસ્ટ કોલેજમાં જે આ ૧રમી વિજ્ઞાન સંમેલન રાષ્ટ્રીય કક્ષાનું થયું તેનો હેતુ એવા છે ભારતના અલગ અલગ પ્રાંતોથી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કામ કરતા હોય એ લોકોને અહિ આવી અને પોતાના જે રિર્સચ કરેલા છે. તે એક સાથે બેસીને જોવા મળે ભૂતકાળના દિવસોમાં અમારા સંશોધનથી દેશને કેવા ફાયદા થાય. આજની આપણી જે યુવા પેઢી છે.એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધે તેમજ હાલમાં જે વિઘાર્થીઓ વિજ્ઞાનના કોઇપણ ક્ષેત્રમાં અભ્યાસ કરતા હોય તે અહિ આવી અને પોતાના જે કોઇપણ પ્રશ્ર્નો ને સમજવા માંગતા હોય તો અહિ તેમને યોગ્ય માર્ગદર્શન મળે છે. અને આગળ જતા તેઓ ખુબ જ સારી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધન કરતાં રહે.
ફાધર બેની ક્રાઇસ્ટ કોલેજએ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ક્રાઇસ્ટ કોલેજમાં ઘણા સમયથી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન અને ટેકનોલોજીના સંમેલન કરવામાં આવતા હોઇ છે. આ નો મુખ્ય હેતુ આપણા ગુજરાત અને દેશમાંથી વિજ્ઞાનના ક્ષેત્રમાં જે વિઘાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. તે આગળ જતાં વૈજ્ઞાનિક બને તેમજ જે ક્ષેત્રમાં તેઓ અભ્યાસ કરે છે. તેમાં ખુબ જ સફળતા પ્રાપ્ત કરે અહિં થતાં રાષ્ટ્રીય વિજ્ઞાન સંમેલનમાં આ વખતે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન ડો. એ.એસ. કિરન કુમાર ઉપસ્થિત રહ્યા હતા. અને વિઘાર્થીઓએ તેમના જે પ્રશ્ર્નો મુંઝવતા એનો યોગ્ય જવાબ મેળવી તેમજ આગળ જતાં અભ્યાસમાં વધુ જાણકારી મળતી રહે તે માટે અમે આ વિજ્ઞાન સંમેલનનું આયોજન કરતાં હોઇ છે.
ફર્નાન્ડીશમેડમ પ્રીતશીપાલ ક્રાઇસ્ટ કોલેજએ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે ૨૦૦૪ થી અમે રાષ્ટ્રીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરતાં આવ્યા છે. આ ૧રમું રાષ્ટ્રીય વિજ્ઞાન સંમેલન હતું. જેમાં ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન ડો. એ.એસ. કિરનકુમાર ઉ૫સ્થિત રહ્યા અને વિઘાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ ર૦૧૭ માં અમે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંમેલનનું પણ આયોજન કર્યુ હતું. અહિ વિજ્ઞાન સંમેલન કરવા પાછળનો અમારોહેતુ વિઘાર્થીઓને એક મંચ મળી રહે તેમને વધુ જાગૃતા મળે વિજ્ઞાન અને ટેકનોલોજી ના ક્ષેત્રોમાં આ વખતે ના વિજ્ઞાન સંમેલનમાં ૯૦૦ થી પણ વધુ વિઘાર્થીઓએ ભાગ લીધો છે. તેમજ દેશના વિવિધ રાજયોમાઁથી આવી ને અહિ હાજરી આપી છે.
પ્રોફેસર ઉશમાન ગની તબાની હેડ ઓફી માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે ક્રાઇસ્ટ કોલેજમાં ર૦૦૪ થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આપણા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના જે વિઘાર્થીઓ અભ્યાસ કરે છે. તેમને રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાનીકો સાથે પ્રશ્ર્ન જવાબ કરવાનો મોકો મળે તેમના પ્રશ્ર્નોનો ઉકેલ મળી શકે તેમજ આપણી દુનિયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું ચાલી રહ્યું છે તેને લપને વધુ જાગૃત થાય અને પોતાના અભ્યાસમાં તેમજ સંશોધનમાં તેઓ ખુબ સારી સફળતાઓ પ્રાપ્ત કરે. મેહંદિ સુમભણીયા વિઘાર્થીની ક્રાઇસ્ટ કોલેજએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, હુ ક્રાઇસ્ટ કોલેજમાં છેલ્લા પ વર્ષથી અભ્યાસ કરી રહી છું. હું માઇક્રો બાયોલોજીની વિઘાર્થી છું. અમારી કોલેજ ખાતે રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન સંમેલન થતા હોય છુે. ત્યારે આ ૧રમું રાષ્ટ્રીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અહિ દેશના મોટા વૈજ્ઞાનિકો આવે અને અત્યારે દેશ અને દુનિયામાં વિજ્ઞાન ક્ષેત્ર કેવા સંશોધનો ચાલી રહ્યા છે. તે ીવષે માર્ગદર્શન આપે અહિ થતાં વિજ્ઞાનના સંમેલન અમારી માટે ખુબ સારી તક છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ના ક્ષેત્રમાં વધુ જાણકારી મળતી રહે.