ભૂલકાઓને શિક્ષણ આપવા નર્ચરીંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેકટનો પ્રારંભ
રાજકોટ શહેર ના તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા મોટા મૌવા પોલીસ ચોકી અને કણકોટ પોલીસ ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
બંને પોલીસ ચોંકી ના ઉદઘાટન પ્રસંગે નર્ચરિંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ નું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ ના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિત ના પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા સહિત ના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
નર્ચરીંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ હેઠળ વિસ્તારમાં વસતા મજૂર વર્ગના લોકો ના બાળકો ને મફત શિક્ષણ આપવામાં આવશે. આ બાળકો ને દર શનિવાર – રવિવાર ના રોજ પોલીસ ની મોબાઈલ વેન દ્વારા લાવવા જવા ની વ્યવસ્થા રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત હાલ સુધીમાં ૩૭ બાળકો ના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. હજુ પણ આ પ્રકાર ના બાળકો નો પ્રોજેક્ટ માં સમાવેશ કરવામાં આવનાર છે.
કાર્યક્રમ માં ગરીબ વર્ગ ના બાળકો ને શિક્ષારૂપી કીટ નું વિતરણ કરી પ્રોજેક્ટ નો શુભારંભ કરવામાં આવ્યું હતું તેમજ લોકભાગીદારી ના ભાગરૂપે નાના બાળકો ને ’ જિંદગી ના બે બુંદ – પોલિયો ના ટીપાં ’ પીવડાવવામાં આવ્યા હતા.
આ તકે તેમણે મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે તાલુકા પોલીસ મથક નો વિસ્તાર ખૂબ મોટો છે અને આ વિસ્તાર પ્રગતિશીલ છે. આગામી દિવસો માં આ વિસ્તારનો રાજકોટ ના હાર્દસમા વિસ્તારમાં સમાવેશ થશે જેના કારણે આજે તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા મૌવા અને કણકોટ બંને માટે અલગ પોલીસ ચોંકી નું નિર્માણ કરાયું છે. આ વિસ્તાર ને લગતા તમામ પ્રશ્નો નો હવે અહીંથી નિકાલ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ ના લોકો ની સેવા માટે રાજકોટ પોલીસ હરહંમેશ માટે અગ્રેસર રહી છે. પુર માં લોકો નું રેસ્ક્યું હોય કે ઝૂંપપટ્ટીમાં માં આગ લાગી હોય કે થેલેશેમિયા થી પીડાતા બાળકો ને લોહી ની જરૂર હોય તેમાં રાજકોટ પોલીસે અગ્રેસર રહી લોકો ની સેવા કરી છે. તેવી જ રીતે હવે રાજકોટ પોલીસ દ્વારા નર્ચરીંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ હેઠળ ગરીબવર્ગ ના બાળકો ને મફત શિક્ષણ આપવામાં આવશે.
તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે ગરિબવર્ગ ના બાળકો ને શિક્ષા આપવા માટે પોલીસ મોબાઈલ વેન ને કાર્યરત કરવામાં આવી છે. જે દર શનિવાર- રવિવાર ના રોજ બાળકો ને તેમના વિસ્તારમાંથી લઈને આવશે અને ફરી તેમના નિવાસ સ્થાને પરત મૂકવા જશે.
આ તકે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ દ્વારા હરહંમેશ માટે લોકોના પ્રશ્નો ને વાચા આપવા તત્પરતા બતાવવામાં આવે છે. આજે મારા વિસ્તાર માં બે નવી પોલીસ ચોકીઓ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે. હવે અહીંથી જ સ્થાનિકોમાં પ્રશ્નોનું નિરાકરણ થશે તેમજ મજૂર વર્ગના લોકોના બાળકો ને મફત શિક્ષણ પણ આપવામાં આવશે જે ખૂબ સરાહનીય કાર્ય છે.