સમય…કભી રૂકતા નહી, ૨૪ કલાકનો દિવસ રાત્રીનો સમયને સેતન્ડ મિનિટ -કલાકની રમત રમતા માનવ જીવન વર્ષોથી ચાલતુંજ આવે છે. આજે દરેક માણસને પુછોતો કહે મારા પાસે સમય નથી કાલે ઘડિયાળ પણ દર બાર કલાકે એકવાર સાચો ટાઈમ બતાવે છે. દિવસનો સમય કામકાજનો રાત્રીનો આરામ માટે સુર્યોદ નો સમય, સૂર્યાસ્તનો સમય, મધ્યાહનનો સમય આખરે સમયનુ કાર્યકતો જ રહે છે.આપણેજ સમયનું પાલન નથી કરતાં,બાકી બધાને સરખોજ સમય છે.પરંતુ છતાં કોઈ અમીર કે ગરીબ હોય છે.
૨૪ કલાકનાં સમયમાં ઘણી પળ-ઘડી હોય છે જે સમયે એક શુભ મુહુર્ત હોય છે. તમે ઘણા લોકો જોયા હશે કે અનુભવ થયો હશે તેની ઉઘં રાત્રીના ૩ થી ૫ વચ્ચે ઉડી જતી હોય છે. પરંતુ સામાન્ય તહ આપણે તેને આ સમયે ઉંઘ ઉડવી એ અમુક વાતનો સંકેત છે.જુદા-જુદા સમયે કોઈ દિવસ શકિતનો પ્રભાવ હોય છે જે આપણે જાણતા જ નથીજયોતિષ શાસ્ત્ર કે કુદરતની વાત કરીએ તો ૩ થી ૫નો રાત્રીનો સમય કોઈ દિવ્ય શકિતનો સમય હોય શકે. આ સમયે આકાશ માંથી ઔંસબિંદુ અનુભવ થાય છે.આ સમય દરમ્યાન અનેક અલૌકિક શકિતઓ જાગૃત હોય છે.નિવર શાંતિ, પ્રદુષણ વગરનું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે ટમકતા તારલાને શિતળ ચાંદામામાનું વાતાવરણ જ અફાટ કુદરતી સૌન્દર્ય છે.
કુદરતમાં ઘણી અફાટ શકિત-ઉર્જાના ભંડારો છે.આ સમયે સકારાત્મક વાતાવરણ જ સકારાત્મક શકિતબોજ બહુજ ઓછા પવિત્ર લોકોને આ સમયે ઊંઘમાંથી ઉઠાડતા હોય છે.૩ થી ૫ રાત્રીનો એવો સમય છે.જ સમયે જે જાગે તે દેવી શકિતના ફુલ સ્વરૂપ છે.હોસ્પિટલ કે માંદગીના બિછાને પડેલ દર્દીઓનાં મોટા ભાગે મૃત્યું પણ આસમયે વધુ જોવા મળ્યાનાં દાખલા છે.તો હાઈવે ઉપર અકસ્માતો પણ આસમય દરમ્યાન વધુ જોવા મળે છે.આ સમયે ઉઠનાર કે જાગનાર લોકોમાં સકારાત્મક અભિગમ હોવાથી ઉર્જાવાન હોય અને જીવનમાં પારાવાર સફળતા મેળવે છે.સમય સૌનો નોખો હોય પણ તે સમયજ હોય!! વ્હેવી સવારે થતી મંદિરમાં આરતીનો ઘંટારવ તો બપોર માથા ઉપર આવેલો મધ્યાહનનો સૂર્ય, ગોધુલી કે સંધ્યા સમયે થતી મંદિરની આરતીને ઝાલર ટાળું પણ કહેવાય છે.માનવી રિલેકસના સમયે શાંતિચિત્તે વિચારે છે ત્યારે જ તેને પોઝિટીવીટી આવે છે.નકારાત્મક વિચારોજ ખરાબ સમયનો સંકેત છે.આપણા શાસ્ત્રોમાં પણ ઋષિમુનીઓ વ્હેલી સવારે આશ્રમથી દુર જયાં નિરવશાંતિ-પાણી- વૃક્ષો-પક્ષીઓનો કલરવ હોય ત્યાં જ ધ્યાન લગાવીને બેસી જતાં, આપણે રાત્રે સુઈ જઈને જયારે ઉંઘ ઉડે ત્યારે જ ખબર પડે કે આપણે આટલી કલાક ઊંઘ કરી,આ સમયનું સ્વપ્ના વિચારોની બહુ થોડી વાત જ યાદ રહે છે.ધારોકે આપણે ઉઠીએ જ નહી તો? આજ સમયની તાકાત કે કુદરત-નિયતીની તાકાત છે.જાગવું એટલે જાગરૂકતા-જાગરણ-સમય -ઘડિયાળની શોધ પહેલા પણ માણસની દિનચર્યા હતી, પક્ષી પણ ઘડિયાળ સવારે વ્હેલા જાગીને સંધ્યાટાળે માળામાં જ પરત ફરે છે. વગર ઘડિયાળે કે નકશાવિના કયારેય ભૂલું પડી ગયું એવું સાંભવ્યું છે. આજ છે. સમય
સમય-સમયનું કામ કરે જ છે : માણસ જ સમય પ્રમાણે કામ નથી કરતો!!!