ફેશલેશ ઈ-એસેસમેન્ટ સ્કિમ અમલી બનતા કરદાતાઓની મુશ્કેલીમાં ઘટાડો: એસેસમેન્ટ, અપીલ સહિતની કામગીરી હવે ઓનલાઈન અને ફેશલેશ
દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ ક્ષેત્રમાં ઘણાખરા હકારાત્મક પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે દેશની આવક કેવી રીતે બમણી થાય તે દિશામાં પણ કેન્દ્ર સરકાર હાલ કામગીરી હાથધરી રહ્યું છે ત્યારે ક્ધફેટ્રેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આયોજીત મીટીંગમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવતા કહ્યું હતું કે, દેશમાં કરમાળખાને સરળ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સાથો સાથ જે પ્રામાણિક કરદાતાઓ છે તેઓને સુરક્ષિત કરવા માટે પણ સરકાર અનેકવિધ પ્રયત્નો હાથધરી રહ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવતા કહ્યું હતું કે, સરકાર તમામ લોકો પાસેથી જીએસટી ફાઈલીંગ સિસ્ટમને સરળ બનાવવા માટેના સુજાવો માંગી રહ્યું છે જેથી ફાઈલીંગ સિસ્ટમ સરળ બનાવી શકાય. ઘણાખરા સ્ટેક હોલ્ડરો પાસેથી સુજાવો મળતાની સાથે જ સરકાર કરમાળખાને વધુ સરળ બનાવવા માટેનાં પ્રયત્ન કરી રહ્યું છે. દેશમાં કરદાતાઓને અનેકવિધ રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેમાં સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થયો હોવાનું સામે આવ્યું હતું. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા અને પ્રામાણિક કરદાતાઓને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા ફેસલેસ અસેસમેન્ટ સ્કિમને અમલી બનાવાઈ હતી જેમાં કરદાતા અને અસેસમેન્ટ કરી રહેલા અધિકારીઓ વચ્ચે કોઈપણ સંજોગે મેળાપ ન થઈ શકે જે માટે નાણામંત્રાલય દ્વારા કોમ્પ્યુટર જનરેટેડ આઈડેન્ટીફીકેશન નંબર એટલે કે ડીનને લાગુ કરવામાં આવ્યું હતું જેથી નાણા મંત્રાલય સાથેની પારદર્શકતા અને અધિકારીઓની જવાબદારી ફિકસ થઈ શકે.
કોમ્પ્યુટર જનરેટેડ આઈડેન્ટીફીકેશન નંબર (ડીન) ૧લી ઓકટોબર ૨૦૧૯નાં રોજ આવકવેરા વિભાગમાં લાગુ કરવામાં આવ્યું હતું આ સ્કિમ હેઠળ કરદાતાઓને અસેસમેન્ટ, અપીલ, ઈન્વેસ્ટીગેશન, પેનલ્ટી અને રેકટીફીકેશન જેવી કામગીરી થઈ શકશે. આ સ્કિમ લાગુ થતા પહેલા કરદાતાઓને ઘણીખરી રીતે ફેક નોટીસોનો સામનો કરવો પડતો હતો પરંતુ સરકાર દ્વારા આ સિસ્ટમ અમલી બનાવવાની સાથે જ કરદાતાઓને તકલીફોમાંથી રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. હાલ સરકાર માટે કોઈપણ આવકનું મુખ્ય સાધન હોય તો તે જીએસટી કલેકશન છે ત્યારે રાજયભરમાં જે રીતે જીએસટી કલેકશન અમલી બનાવવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેનાથી દેશને ઘણીખરી રીતે મદદપ થઈ શકશે અને જીએસટી કલેકશન દેશમાં વધતાની સાથે જ જે આર્થિક સંકળામણનો સામનો દેશ કરી રહ્યું છે તેમાં ઘણોખરો સુધારો જોવા મળશે.
જીએસટી કલેકશન વધારવા કાઉન્સીલ ૯ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે
દેશની આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જીએસટી મારફતે દેશને જે આવક થવી જોઈએ તે આવકમાં ઘટાડો જોતા સરકાર દ્વારા વિચારણા પણ કરવામાં આવી રહી છે ત્યારે જીએસટી કાઉન્સીલે ૯ મુદ્દાને કેન્દ્રમાં રાખી સેન્ટ્રલ અને સ્ટેટમાંથી જીએસટી અધિકારીઓની પેનલની રચના કરવાનું જણાવ્યું છે અને જે રીફંડને લઈ છેતરપિંડી થઈ રહી છે તેને કેવી રીતે ડામી શકાય તે દિશામાં પણ પગલા લેવા જણાવાયું છે. રેવન્યુ સેક્રેટરી અજય ભુષણ પાંડેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ અંગેનાં એકશન પ્લાનને મંજુરી મળી ગયેલ છે. ચાલુ માસમાં આ અંગે ઓપરેટીંગ પ્રોસીજર કેવી રીતે અમલી બનાવાશે તે અંગેનો ડિટેઈલ પ્લાન પણ રજુ કરવામાં આવશે જે જાન્યુઆરીનાં એન્ડ સુધી સમગ્ર દેશમાં લાગુ કરાશે તેમ જીએસટી કાઉન્સીલનાં સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ જે કમિટીની રચના કરવામાં આવી છે તે ત્વરીત રીફંડ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરશે અને ખોટા રીફંડનાં કેસો જે સામે આવ્યા છે તેના પર યોગ્ય કાર્યવાહી પણ કરશે. જીએસટી કાઉન્સીલની કમિટીની રચના થયા બાદ સીબીડીટી અને સીબીઆઈસી બંને સતત ત્રીજા માસે ફ્રોડ કેસો અંગેની માહિતી શેર કરશે અને કાર્યપઘ્ધતિને સરળ કેવી રીતે બનાવી
શકાય તે દિશામાં પણ પગલા લેવામાં આવશે. કાઉન્સીલ દ્વારા પેનલની રચના કર્યા બાદ એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે જે રીતે કરદાતાઓને અધિકારીઓ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવે છે તેનાથી કરદાતાઓને કેવી રીતે બચાવી શકાય અને સુરક્ષિત કરી શકાય તે દિશામાં પણ કાઉન્સીલ પ્રયત્નો હાથ ધરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ સંયુકત ઉપક્રમે એ કરદાતા ઉપર બાજ નજર રાખશે કે જેઓ કરચોરી અને છેતરપીંડીનાં મામલે સીબીડીટી અને સીબીઆઈસીના નજરે ચડયા હોય. સાથોસાથ જીએસટી કાઉન્સીલ બેંક ડેટા અને નેશનલ પેમેન્ટ કાઉન્સીલની સાથે મળી એ તમામ ખાતાઓ ઉપર નજર રાખશે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતી આચરવામાં ન આવે. સાથોસાથ જીએસટી દ્વારા ફાયનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટનો પણ સમાવેશ કર્યો છે કે જે કરદાતાઓના બેંક ખાતા, તેમના વ્યવહારો અને પાનની તમામ વિગતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રેવન્યુ કેવી રીતે જનરેટ કરી શકાય તે દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ટેકસટાઈલ, લેધર અને યોગ ક્ષેત્રને પ્રમોટ કરવા દુબઈ જેવા ૨૦-૨૦ જેમ વિવિધ ફેસ્ટીવલ યોજાશે
દેશની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથનાં લક્ષ્યને પહોંચી વળવા સરકાર માર્ચ-૨૦૨૦માં દુબઈ ૨૦-૨૦ જેવા વિવિધ ફેસ્ટીવલોનું આયોજન કરવા જઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે આ સમયગાળા દરમિયાન દેશને અનેકવિધ રીતે આવક થઈ શકે. સુત્રોનાં જણાવ્યા અનુસાર આ ફેસ્ટીવલ દેશનાં ૪ શહેરોમાં યોજાવા જઈ રહ્યું છે જેમાં દેશના ઉધોગકારો અને વ્યાપારીઓને ખુબ જ ઉજજવળ તક મળશે અને તેઓ તેમની ચીજ-વસ્તુઓ પણ વહેંચી શકશે. આ પગલાથી હાલ જે તરલતાનો અભાવ દેશમાં જોવા મળી રહ્યો છે તેનાથી દેશની આર્થિક સ્થિતિમાં પણ અનેકગણો સુધારો જોવા મળશે અને જે લક્ષ્ય સેવવામાં આવ્યું છે તેમાં તેને નજીક પણ પહોંચી શકાશે.આ પ્રસંગે સરકાર ટેકસટાઈલ લેધર ઈન્ડસ્ટ્રીઝ તથા યોગ ટુરીઝમને પ્રોત્સાહન આપશે તેવું પણ માનવામાં આવે છે જેમાં જેમ્સ એન્ડ જવેલરી સહિત અનેકવિધ થીમોના આયોજનથી આ ફેસ્ટીવલને પણ વધુ સારો બનાવવા માટે પ્રયત્નો હાથ ધરાશે. હાલ દેશની આર્થિક સ્થિતિને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, દેશનું મેન્યુફેકચરીંગ ક્ષેત્ર અત્યંત કફોડુ બન્યું છે ત્યારે આ ક્ષેત્રોમાં જાન પુરવા અને પ્રાણનો સંચાર કરવા
માટે આ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનાથી આ ક્ષેત્રમાં વિપુલ તકો પણ જોવા મળશે અને રોજગારી પણ લોકોને મળી રહેશે. સરકાર દ્વારા દુબઈ ૨૦-૨૦ જેવા ફેસ્ટીવલનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ બજારમાં તરલતા અને દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટેનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.