આવતીકાલે ગુરુપૂર્ણિમાનો પાવન અવસર છે. ઠેર-ઠેર શાળાઓમાં આ પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નિધિ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગુરુ અને શિષ્યો વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ તે વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. દિપપ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત બાળકોએ નાટક પણ રજુ કર્યું હતું. અંતે શિક્ષકોએ ગુરુપૂર્ણિમાનું વિસ્તારપૂર્વક મહત્વ સમજાવ્યું હતું.