બ્રહ્માકુમારીઝના અંજુદીદી-કિંજલદીદી સાથે અબતક ચાય પે ચર્ચા પરમાત્માએ આપેલુ સફેદ રંગનું સુંદર વસ્ત્ર સાદગી, સ્વચ્છતા, પવિત્રતા, સરળતાનું સુચક
રાજકોટમાં બ્રહ્માકુમારી સંસ્થાની શરૂઆત ૧૯૬૯માં થઈ ત્યારથી અત્યાર સુધી તેઓએ ખૂબજ સુંદર રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરી ઉજવણીઓ કરી છે. ખાસ તો આ સેવાકીય પ્રવૃત્તિમાં તેઓને ઘણો બધો સહકાર લોકોનો પણ મળ્યો સવિશેષ સમાજને આજે આધ્યાત્મિકતાની જરૂર છે. આ લક્ષ્ય સાથે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા જુદી જુદી ઉજવણી કરવામાં આવે છે.
પ્રશ્ન: અત્યાર સુધીની સફરમાં આપની સાથે કેટલી સંસ્થાઓ જોડાયેલી છે
જવાબ: બ્રહ્માકુમારી કિંજલ દીદી: ‘વસુદેવ કુટુંબકમ’ વિશ્ર્વ એક પરિવાર છે. આપણે સૌ પરમાત્માના પ્યારા સંતાનો છીએ એકલા નથી ચાલવાનું પરંતુ સમાજની વચ્ચે રહી બધાની સાથે રહી કાર્ય કરીએ છીએ ખાસ તો રાજકોટમાં ઘણીબધીજ આધ્યાત્મિક અને સેવાકીય સંસ્થાઓ છે. ખાસ તો ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જેઓ દરેક કાર્યક્રમોમાં સાથ આપે છે.
પ્રશ્ન: બ્રહ્માકુમારી સંસ્થાનો ઉછેર શું છે?
જવાબ: બ્રહ્માકુમારી અજુદિદિ: ભારતીય સંસ્કૃતીએ આપણને સુખ શાંતી, આનંદ, પ્રેમ, પવિત્રતા વગેરે ગુણોનો વારસો આપેલો છે. પરંતુ આજે એ ગુણો સમાજમાંથી લુપ્ત થઈ રહ્યા હોય એવુ આપણે સૌ અનુભવી રહ્યા છીએ બીજા ભાવમાં જોઈએ તો માનવમાં માનવતા મરી ચૂકી છે. ખાસ કરીને બ્રહ્માકુમારીઝ સંસ્થાનો ઉદેશ્ય એ છે કે ફરીથી માનવને એક માનવ સ્વરૂપે નહી પરંતુ દેવ સ્વરૂપે આ સંસારમાં આવ્યા છીએ તો દૈવીગુણો જાગૃત કરવાનો બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલયનો ઉદેશ્ય છે.
પ્રશ્ન: આજના સમયના લોકો આધ્યાત્મિકતાથી દૂર છે. તો લોકો આધ્યાત્મિક તરફ પ્રયાણ કરે તેના માટે શું કરવું જોઈએ?
જવાબ: બ્રહ્માકુમારી અંજુદિદિ: ખાસ કરીને આધ્યાત્મિક શબ્દ આપણને ઘણી બધી પ્રેરણા આપીને જાય છે. આધ્યાત્મિકતાનો અર્થ થાય છે કે અંદર જે દૈવીશકિતઓ રહેલી છે. તે શકિતઓને કઈ રીતે જાગૃત કરવી આ ઉપરાંત આજના સમાજમાં નેગેટીવીટી, ચિંતા, તનાવ, જોવા મળે છે. ખાસ કરીને યુવાવર્ગ આ તરફ દોરવાઈ રહ્યો છે. યુવાધન વ્યસનનો શિકાર બની ચૂકયો છે તો એ લોકોને કઈ રીતે આધ્યાત્મિકતા તરફ વાળી તેઓને નાની નાની ટીપ્સ આપી સેવાકીય પ્રવૃત્તિઓ કરાવામાં આવે છે.
પ્રશ્ન: બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે?
જવાબ: બ્રહ્માકુમારી કિંજલ દિદિ: બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા રાજકોટમાં યુવા ઉત્થાન, બાળકો માટેની મૂલ્યનિષ્ઠ શિબિર, મહિલાઓ માટે, મહિલા સશકિતકરણ ત્યારબાદ સમાજમાં અવેરનેશ લાવવા માટે વ્યશન મૂકિત અભિયાન જેવી અનેક સેવાઓ આપવામાં આવી રહી છે.
પ્રશ્ન: બ્રહ્માકુમારી સેન્ટર સાથે કેટલા લોકો જોડાયેલા છે?
જવાબ: બ્રહ્માકુમારી અંજુદિદિ: રાજકોટમાં બ્રહ્માકુમારી સંસ્થાના ૧૭ સેવા કેન્દ્રો છે. સૌરાષ્ટ્રમાં લગભગ ૨૦૦થી ૨૫૦ જેવા સેવા કેન્દ્રો આવેલા છે. ખાસ રાજકોટમાં બ્રહ્માકુમારી સંસ્થા સાથે ૮ હજાર થી ૯ હજાર લોકો જોડાયેલા છે. સાથો સાથ તેમના પરિવારના સદસ્યો ડાયરેકટ કે ઈનડાયરેકટ સંસ્થા સાથે જોડાયેલા હોય છે.
પ્રશ્ન: બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા ઘણા કાર્યક્રમો યોજાઈ છે ત્યારે આગામી વર્ષનું આયોજન શું?
જવાબ: બ્રહ્માકુમારી કિંજલદિદિ: આ વર્ષ દરમિયાન જે રાજકોટની ગોલ્ડન જયુબેલી અંતર્ગત બધાને સાથે રાખીને સ્વઉન્નતીના કાર્યક્રમોની સાથે સામાજીક સેવાના કાર્યક્રમોનું પણ આયોજન કરેલું જેમકે સ્વઉન્નતીના કાર્યક્રમોની અંદર સેલ્ફ એમ્પાવરમેન્ટ યુથ, બાળકો, મહિલાઓ દરેક વર્ગના લોકો માટે અલગઅલગ ગ્રુપ વાઈઝ પ્રોગ્રામ પણ કરેલા સાથે સાથે હેલ્થના પ્રોગ્રામ ચાલે છે. ઉપરાંત અલગ અલગ ડે સેલીબ્રેશન પણ કરાયું છે. જેમકે મહિલા દિવસ ડાયાબીટીશ દિવસ, નોટોબેકો દિવસ, આવા દરેક દિવસો ઉજવાઈ છે. રાજકોટની ગોલ્ડન જયુબીલી અંતર્ગત બ્રહ્માકુમારીઝનું એક ખૂબ સુંદર રિટ્રિટ સેન્ટરનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. કે જે પરમાત્માના ધ્યાન માટેના એક કક્ષનું નિર્માણ પૂર્ણ થયું. તો આ કક્ષનું ઉદઘાટન ગુજરાતના પનોતા પુત્ર વિજયભાઈ પાણીની ઉપસ્થિતિમાં થયેલું આ ઉપરાંત દિલ્હીથી ઘણા બધા વકતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશ્ન: ધ્યાનની જીવનમાં જરૂરીયાત કેટલી?
જવાબ: બ્રહ્માકુમારી કિંજલ દિદિ: રાજયોગ એ આપણા જીવનનો એક હિસ્સો કહી શકાય પરંતુ આજની ઝડપી જીવનશૈલીમાં આપણે વિચારોની શકિત ગુમાવી રહ્યા છીએ ત્યારે સકારાત્મક વિચારો દ્વારા આપણે જીવનને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવું એ દિશામાં અને મેડીટેશન દ્વારા પ્રાપ્ત થતુ હોય છે. મેડિટેશન વિધી સરળ છે. જે આપણને સ્વયમની સાચી ઓળખ કરાવે છે. અને સાથે સાથે આ દુનિયાની જે સર્વોચ્ચ સતા છે. તે શિવ પરમાત્મા સાથે કનેકટ થઈ પરમ શકિતઓથી જીવનનો શ્રૃંગાર કરીને શકિતશાળી બનાવવું જોઈએ આત્માની બેટરીને ચાર્જ કરીએ તેનું જ નામ છે. ધ્યાન.
પ્રશ્ન: બ્રહ્માકુમારીઝ એવી સંસ્થા છે કે જેમાં કોઈ નાત-જાત નથી એને લઈને શું કહેશો?
જવાબ: બ્રહ્માકુમારી અંજુદિદિ: આપણી સંસ્કૃતિએ આપણને શિખડાવ્યું છે કે વિશ્ર્વ એક પરિવાર છે. ખાસ કરીને બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલયનું એવું માનવું છે કે આપણે સૌ એક જ પરમાત્માપી પિતાના સંતાનો છીએ એક જ ઘરેથી આવ્યા એક જ ઘરે જવાનું છે. જે રીતે ફૂલનો કલર અલગ અલગ હોય છે. પરંતુ માટી એક જ હોય છે. એજ રિતે ‘સબકા માલિક એક’ જયાં માલિક એક જ છે. તો આપણે બધા અલગ અલગ કઈ રીતે હોઈ શકીએ. આ સરળ વ્યાખ્યા કે જે આપણને સંસ્કૃતીએ આપેલી છે. એટલે ખરેખર તો સમરત વિશ્ર્વ એક પરિવાર જ છે. અને એ વસ્તુને આપણે દરેક લોકોસુધી પહોચાડવી એ આપણી નેતીક ફરજ બની રહે છે. જેના ભાગ રીતે બ્રહ્માકુમારી સંસ્થાની અંદર પણ અલગ અલગ ધર્મના અલગ અલગ મઠના લોકો આવીને પોતાની જાતને ઓળખતા હોય છે.
પ્રશ્ન: બ્રહ્માકુમારી સંસ્થાના સભ્યો સફેદ વસ્ત્ર ધારણ કરે છે. તેનું કારણ શું?
જવાબ: બ્રહ્માકુમારી કિંજલ દિદિ: કહેવાય છે કે ‘લાઈફ ઈઝ કલરફુલ’ જીવીન રંગીન હોવું જોઈએ સફેદ વસ્ત્રએ પરમાત્માએ આપેલ સુંદર વસ્ત્ર છે. કે જેમાં સાતેય રંગનું મિશ્રણ છે. વાસ્તવમાં આપણા જીવનને રંગીન બનાવાનો અર્થ છે. કે આપણે જીવનમાં જ્ઞાન, પવિત્રતા, પ્રેમ, સુખ, દુ:ખ, શાંતિ, આનંદ એ સાતેય ગુણો અને શકિતઓને અનુભવ કરીએ ત્યારે જ આપણે આપણા જીવનને રંગીન કડી શકીએ. સફેદ વસ્ત્ર, સાદગી, સ્વચ્છતા, પવિત્રતા અને સરળતાનું સુચક છે. જેની અંદર સાતેય ગુણ સમાયેલા છે. વિશેષ સફેદ રંગ શુધ્ધતાના સુચક રૂપે પરમાત્માએ આપેલુ સુંદર વસ્ત્ર છે.
પ્રશ્ન: ‘અબતક’ના માધ્યમથી લોકોને શું સંદેશો આપશો?
જવાબ: બ્રહ્માકુમારી અંજુદિદિ: વિશેષ તો સમાજને કહેવાનું રહ્યું કે, વર્તમાન સમય એટલે ઝડપી યુગ, જેમાં સૌ કોઈ પોત પોતાના, કાર્યમાં વ્યસ્ત છે. પરંતુ આપણે સૌ કોઈએ મળી આપણી સંસ્કૃતિને જાગૃત કરવી જોઈએ આપણે એક એવા દૈવી સમાજની સ્થાપના કરવી જોઈએ જેને આપણે મૂલ્યનિષ્ઠ સમાજ કહિએ, ગાંધીજીનું સ્વપ્ન હતુ કે ભારત રામરાજય બને ભારત વિશ્ર્વ ગૂરૂ બને તો સૌનો સાથ હશે તો જ આપણે ભારતને ફરીથી વિશ્ર્વગુરૂ બનાવી શકીશું.