ઉર્જા, ટેલિકોમ, ઓટો મોબાઈલ્સ સહિત અનેકવિધ ક્ષેત્રે સરકાર વિકાસને વેગવંતુ બનાવવા માટે કાર્યરત
દેશની અર્થવ્યવસ્થા અને દેશની આર્થિક સ્થિતિને જોતા અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે ત્યારે દેશનો વિકાસ દર ઝડપભેર કેવી રીતે આગળ વધે તે દિશામાં પગલા પણ લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર હાલ આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ રહી છે ત્યારે જોવાનું કે દેશનો વિકાસ દર કેવી રીતે અને કેવી પરિસ્થિતિમાં આગળ વધી શકે તેમ છે. હાલ ભારતની અર્થવ્યવસ્થા પરીવર્તણીય તબકકામાંથી પસાર થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે કોઈ નવા રીફોર્મ અમલી બનાવ્યા છે તેનાથી દેશની અર્થવ્યવસ્થા સુધરી રહી હોય તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. ઉર્જા, કોલ અને ટેલિકોમ ક્ષેત્રને ઝડપભેર વિકસિત કરવા માટે અને આ તમામ ક્ષેત્રમાં પારદર્શકતા રાખવા માટે અને લોકોનાં હિતો જળવાય તે દિશામાં હાલ સરકાર મહત્વપૂર્ણ પગલાઓ લઈ રહી છે. પારદર્શકતા રાખવા માટે હાલ સરકાર જે કોઈ પોલીસી બનાવી રહી છે તેને પણ ખુબ જ બારીકાઈથી અને કોઈ એક મુદ્દો રહી ન જાય તે દિશામાં હાલ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પબ્લીક સેકટર કંપનીઓને પણ તાકિદ કરી તેઓને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં તેમનાં દ્વારા દેશની અર્થવ્યવસ્થાને વધુ ગાઢ બનાવી શકાય તેવા હેતુથી પણ પબ્લીક સેકટર યુનિટો અને કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. તજજ્ઞોનું માનવું છે કે, પબ્લીક સેકટર કંપનીઓ દેશનાં વિકાસને વેગવંતો બનાવવા માટે અત્યંત ઉપયોગી અને ફાયદારૂપ નિવડી શકે તેમ છે.
સરકાર દ્વારા દેશની અર્થવ્યવસ્થાને વધુને વધુ મજબુત બનાવવા માટે સામાજીક અને આર્થિક અસમંજસની સ્થિતિને દુર કરવા માટેનાં પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ૧૯૯૦માં દેશની અર્થવ્યવસ્થા અને આર્થિક સ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો તે સમયગાળા દરમિયાન જુજ લોકો આર્થિક સઘ્ધર થઈ રહ્યા હતા ત્યારે બાકી રહેતા લાખો લોકો ગરીબી હેઠળ ધકેલાયા હતા ત્યારે હાલની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો તમામ લોકોને યોગ્ય વળતર અને તેમની જરૂરીયાત મુજબની કામગીરી અને તેમની આવક થતી રહે તે દિશામાં હાલ સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે અને તેને અમલી પણ બનાવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વાર જન-ધન આધાર, યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ સાથો સાથ કેન્દ્ર સરકારની હાઉસીંગ, રાંધણગેસ, શૌચાલય, સ્વાસ્થ્ય અને રોજગારી ક્ષેત્રે અનેકવિધ પગલાઓ અને નવીનતમ યોજનાઓ પણ સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. સરકારનો લક્ષ્ય છે કે દેશમાં જે કોઈ ગરીબ લોકો કે જે ગરીબી રેખા હેઠળ જીવતા હોય તે સર્વેને યોગ્ય અને જીવનજરૂરીયાત ચીજ-વસ્તુઓ મળી રહે તે હેતુસર હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે કોઈ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓ લોકોનાં ઉપયોગ માટે બનાવવામાં આવતી હોય તેને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવામાં આવે તે દિશામાં પણ પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા જે દિવસથી જીએસટી અમલી બનાવવામાં આવ્યું ત્યારથી લોકોને શંકા હતી કે જીએસટી સૌથી જટીલ સમસ્યા છે પરંતુ દિન-પ્રતિદિન સરકાર દ્વારા જે રીતે જીએસટીને યથાયોગ્ય અને સુચારુ વ્યવસ્થામાં ધાડવામાં આવી રહ્યું છે જેનાથી જીએસટીને લઈ ઉદભવિત થતી અનેકવિધ તકલીફોમાંથી લોકોને મુકિત પણ મળી છે પરંતુ હાલ જીએસટી અમલી બનતા જે રેવન્યુ કલેકશન થવું જોઈએ તે યોગ્ય રીતે થતું નથી જેનું એકમાત્ર કારણ એ છે કે દેશને જો ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથ સુધી પહોંચાડવું હોય તો તે પરીપેક્ષમાં ઘણી ખરી આવક થવી જોઈએ. જો સરકાર માટે કોઈ આવકનું સ્ત્રોત હોય તો તે જીએસટીથી થતુ કલેકશન જ હોવાનું સામે આવે છે ત્યારે જીએસટી કાઉન્સીલ દ્વારા અનેકવિધ પ્રકારનાં નવા નિયમો ટેકસ સ્લેબમાં ફેરબદલ થકી લોકો જીએસટીનો ઉપયોગ પૂર્ણત: કરી શકે તે દિશામાં હાલ પગલા પણ લેવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે કાર્બન ઈમીશન સિસ્ટમને નાબુદ કરવા માટે જે પગલાઓ લેવામાં આવ્યા છે અને તે અંગે જે કમીટમેન્ટ દેશવાસીઓને આપવામાં આવ્યું છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે હવે તમામ ઓટો મોબાઈલ મેન્યુફેકચરીંગ કંપનીએ ઈલેકટ્રીક વાહનો બનાવવા તરફ વળવું પડશે. જેથી કંપનીએ તેમનાં નવા ધારા-ધોરણો પણ બનાવવા પડશે ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે હાલ તમામ ક્ષેત્રે સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને દેશની આર્થિક સ્થિતિ અને દેશની અર્થવ્યવસ્થાને વધુને વધુ મજબુત બનાવવા માટેનાં પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.