પાલિકા પ્રમુખ વીપીન ટોલીયાની વિનંતી બેન્કોએ સ્વીકારી
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ એ ચાર દિવસ પેહલા તમામ બેંક ની મીંટીગ બોલાવી હતી એ મીંટીગ માં સુરેન્દ્રનગર નગરપાલિકાબ પ્રમુખ વીપીનભાઇ ટોલીયા હાજર રહ્યાં હતા આ મીંટીગ માં વીપીનભાઇ ટોલીયા એ તેમની નગરપાલિકા ની ટીમ વતી બેંકો પાસે સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં વસતાં નાગરીકો સ્વસ્થ અને સ્વચ્છ રહે
તે માટે તમે નગરપાલિકા ને મદદરૂપ થવા વિનંતી કરી એ પછી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ના બ્રાન્ચ મેનેજર શ્રી વીપુલકુમાર એચ ચોહાણ એક પ્રપોઝલ બેંક વતી લઈ ને આજરોજ તા ૩/૧૨/૨૦૧૯ ના રોજ નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપપ્રમુખ જીગ્નાબેન પંડ્યા કારોબારી ચેરમેન બકાલાલ બાંઘકામ ચેરમેન ભાષ્કર ભાઇ દવે ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા પાસે આવ્યા અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ના વીપુલભાઇ ચોહાણ અમારી બેંક વતી અમારી પ્રપોઝલ આ છે એમ કરીને પ્રપોઝલ બતાવી અને આ પ્રપોઝલ એવી હતી..
કે સુરેન્દ્રનગર શહેર ના નાગરીકો માટે અમો શહેર માં કોઇપણ જગ્યાએ તમારી નગરપાલિકા જગ્યા હોય તેમાં ઓપનજીમ બનાવીએ અને આ ઓપનજીમ માટે આશરે ૭ લાખ ના સાઘનો બેંક આપશે તે ઉપરાંત આ સાઘનો માં જે કાઇ રીપેરીંગ આવશે તેનો બે વર્ષ સુધી ખર્ચ બેંક ભોગવશે આ પ્રપોઝલ વાંચીને નગરપાલિકા ના પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપપ્રમુખ જીગ્નાબેન પંડ્યા કારોબારી ચેરમેન બકાલાલ બાંઘકામ ચેરમેન ભાષ્કર ભાઇ દવે આ સુંદર મઝાની પ્રપોઝલ સ્વીકારી એ પછી જગ્યા નક્કી કરવાનુ થયુ એટલે પ્રમુખ અને તેમની ટીમ એ ઉઘોગનગર માં સુરેન્દ્રનગર નગરપાલિકા એ ગાર્ડન બનાવીયો છે તેમાં ઓપનજીમ બનાવાનુ નક્કી કર્યું
શહેર ના નાગરીકો સ્વસ્થ રહેં તે માટે બેંક નો આભાર વીપીનભાઇ ટોલીયા અને તેમની ટીમે એ માન્યો હતો આ તસ્વીર માં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ના બ્રાંચ મેનેજર વીપુલભાઇ ચૌહાણ અને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપપ્રમુખ જીગ્નાબેન પંડ્યા બાંઘકામ ચેરમેન ભાષ્કર ભાઇ દવે ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા પ્રપોઝલ સ્વીકારતા નજર પડે છે..