પોતાની ફરજમાં કોઈ ચુંક ન રહી જાય તેની ખાસ તકેદારી રાખીને ઓફિસ અવર્સમાં કાર્યક્રમો આપ્યા: દિવાળી ઉપર આંદોલન શરૂ કરવાનું ટાળીને તહેવાર બાદ શરૂ કરાયું
એજીવીકેએસનાં પ્રમુખ ભરત પંડયા અને જીબીઆનાં પ્રમુખ ગોરધન ઝડફીયા વીજ કર્મીઓની આગળ ઢાલ બનીને ઉભા રહ્યા: જીબીઆ અને એજીવીકેએસનાં હોદ્દેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં વ્યકત કરી ખુશી
તાજેતરમાં વીજકર્મીઓએ પોતાનાં પડતર પ્રશ્ર્નોનાં ઉકેલની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. સરકારે આ મુદ્દે હકારાત્મક વલણ અપનાવતા આંદોલનને મોકુફ રાખી દેવાયું હતું તો બીજી બાજુ પોતાનાં હકકની માંગણીઓ સ્વિકારાઈ જતાં વીજ કર્મીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે આ અંગે જીબીયાનાં સેક્રેટરી જનરલ બી.એમ.શાહ, એજીવીકેએસનાં એડિશનલ સેક્રેટરી જનરલ મહેશ દેસાણી, જીતુભાઈ ભટ્ટ, આર.બી. સાવલીયા, લાલકીયા, કે.એસ. વાગડીયા, વાડોદરીયા, શેલાણાભાઈ, દવેભાઈ, શંભુભાઈ અને ઝાલાભાઈએ અબતકની શુભેચ્છા મુલાકાત લઈને આંદોલનમાં જોડાનાર તમામ વીજકર્મીઓની સાથોસાથ હકારાત્મક વલણ દાખવનાર સરકારનો આભાર વ્યકત કર્યો હતો. ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં હોદેદારોએ જણાવ્યું હતું કે, આંદોલન તો ઘણી જગ્યાએ થાય છે પણ તેઓનું આંદોલન શિસ્ત, સંયમ અને ફરજનિષ્ઠા સાથેનું આંદોલન હતું. આ આંદોલનમાં એજીવીકેએસનાં પ્રમુખ ભરતભાઈ પંડયા અને જીબીયાનાં પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા વીજ કર્મીઓને આગળ ઢાલ બનીને ઉભા રહ્યા હતા. વધુમાં તેઓએ કહ્યું કે, સૌપ્રથમ તો આંદોલનની શરૂઆત દિવાળીનાં તહેવાર પૂર્વે કરવાની હતી પરંતુ તહેવાર દરમિયાન કોઈ ગ્રાહકને તકલીફનો સામનો ન કરવો પડે તે માટે લાભપાંચમથી આંદોલનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ આંદોલનથી પોતાની ફરજને કોઈપણ પ્રકારની અસર ન પહોંચે તે માટે ખાસ ધ્યાન રાખવાની સુચના દરેક વીજ કર્મચારીઓને આપવામાં આવી હતી. સૌપ્રથમ સુત્રોચ્ચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ઓફિસ અવર્સ બાદ યોજાયો હતો ત્યારબાદ આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં ખુબ ઓછી સંખ્યામાં જ હોદેદારો જોડાયા હતા જેથી અધિકારી કે કર્મચારીનાં કામને અસર ન પહોંચે.
આ આંદોલન દરમિયાન વીજ કર્મચારીઓની અભૂતપૂર્વ સંગઠન શકિત ઉડીને આંખે વળગી હતી. જોકે સ્થાનિક લેવલે આંદોલનાત્મક કાર્યક્રમમાં નાના-નાના ડિશપ્યુટ નોંધાયા હતા પરંતુ તમામ હોદેદારોએ અને કર્મચારીઓએ ખુબ સંપથી એક થઈને આંદોલનમાં જોડાઈને પોતાની માંગણીઓ હકારાત્મક રીતે સરકાર સુધી પહોંચાડી હતી. આંદોલનનાં પગલે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે મોટાભાગની માંગણીઓ સ્વિકારીને નાણા વિભાગમાં મોકલી આપી છે. આ આંદોલન સામે હકારાત્મકતા દાખવવા બદલ જીબીયા અને એજીવીકેએસ, સૌરભભાઈ પટેલ, પ્રિન્સીપલ સેક્રેટરી પંકજ જોશી તેમજ જીયુવીએનએલનાં એમ.ડી.નો પણ આભાર માને છે. વધુમાં આ આંદોલનમાં જોડાઇને ખુબ હકારાત્મકતાથી તેમજ શિસ્તબઘ્ધ રીતે સરકાર સુધી પોતાનાં હકકની માંગણીઓ પહોંચાડવામાં મદદરૂપ થનાર દરેક વીજ કર્મચારીઓનો જીબીયા અને એજીવીકેએસ આભાર વ્યકત કરે છે.
તન-મનની તંદુરસ્તી મેળવવા વ્હેલી સવારે શહેરીજનોની દોડ
શિયાળાનું ધીમે પગલે આગમન ઈ રહ્યું છે ત્યારે તન-મનની તંદુરસ્તી જાળવવા શહેરીજનો મોર્નિંગ વોક કરવા લાગી ગયા છે. ખાસ કરીને શિયાળાની ઋતુ લોકોને વધુ તાજગી બક્ષે છે. શિયાળાના શાકભાજી, ફળો પણ સ્વાસ્થ્યવર્ધક હોય છે. વહેલી સવારે મોર્નિંગ વોકના ઘણા ફાયદા રહેલા છે. દોડવાી આખો દિવસ શરીર સ્ફૂર્તિલું રહે છે. આી જ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર નાના-મોટાં સૌ બાળકો, યુવાનો, વડિલો દોડ લગાવી રહ્યાં છે. શરીરને સુડોળ બનાવવા તો કોઈ તાજગી મેળવવા તો કોઈ શોખ ખાતર વોકિર્ંગ કરતા હોય છે. મોર્નિંગ વોક દરેક માટે જરૂરી છે તેવો સંદેશો ઉપરોક્ત તસ્વીરો દઈ રહી છે.