૧લી સપ્ટેમ્બરથી માલના વેચાણનું પેમેન્ટ ચેકથી જ કરવાના નિર્ણય સામે ભારે વિરોધ: વેપારીઓ સો સનિક લેવલે બેઠક મળ્યા બાદ બે દિવસમાં સર્વાનુમતે લેવાશે નિર્ણય
આગામી પહેલી તારીખથી આવી રહેલા રોકડ રકમ ઉપર ૨% ટીડીએસ ના નિયમ ના કારણે ઊંઝા સહિત ગુજરાત ના તમામ માર્કેટયાર્ડ બંધ રહેવાના છે ત્યારે તેને સમર્થન આપવા માટે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા આજે બપોરે એક મીટીંગ બોલાવાઈ છે અને સર્વાનુમતે જે મિટિંગમાં નક્કી કરવામાં આવશે તે પ્રમાણે એને સહકાર અપાશે. સૌરાષ્ટ્રના તમામ યાર્ડોમાં સનિક લેવલે વેપારીઓ સો બેઠક યોજી સર્વાનુમતે નિર્ણયો લેવાશે.
કેન્દ્રીય બજેટમાં ૧ કરોડ ના રોકડ વ્યવહાર ઉપર ૨% ટીડીએસ ૧/૦૯ થી અમલ માં આવી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ના વેપારીઓ એ ખેડૂતો ના હિત માટે ખેડૂતો ની સાથે રહી ને યોગ્ય રજૂઆતો કરી પરંતુ કોઈ પણ જાત નો જવાબ આપવા માં નથી આવ્યો. અત્યાર સુધી ખેડૂતો ને પોતાની જણસ ના રોકડા નાણાં મળી શકતા પણ આ નિયમ થી ખેડૂતો ને હવે ચેક થી વ્યવહાર કરવો પડે તેવી પરિસ્થિતિ આવી ને ઉભી રહી ગઈ છે. ખેડૂતો પોતે એટલા બધા સાક્ષર નથી કે તે બેન્કિંગ વહીવટ કરી શકે. જ્યાં સુધી ગ્રામીણ વિસ્તારોમાં બેન્ક ની સુવિધા ન થાય ત્યાં સુધી આ પગલું ઉતાવળ ભર્યું હોઈ તેવું લાગી રહ્યું છે. ખેડૂતો પોતાના માલ નું રોકડેથી વેચાણ કર્યા બાદ પોતે માર્કેટ યાર્ડ માં થી જ ખરીદી રોકડ થી જ કરતા હોય છે જો તેમને રોકડ રકમ નહીં મળે તો તેની અસર બીજા ધંધા રોજગાર ઉપર પણ પડવાની શકયતા જોવાય રહી છે. જો સરકાર ખેડૂતો ને આમાંથી મુક્તિ નહીં આપે તો ઘણા વેપારીઓ જે ખેડૂતો ના માલ ના પૈસા ચેક આપશે તેમાં લેભાગુ તત્વો પણ ખેડૂતો નો લાભ લેશે. આટલી રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર આપવા માં ન આવતા અંતે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે ૧/૦૯ થી જે ખેડૂતો પોતાની જણસ નું વેચાણ કરશે તેને વેપારીઓ દ્વારા ચેક થી પેમેન્ટ આપવામાં આવશે. ખેડૂતો ને પણ અમે વિનંતી કરીએ છીએ કે જ્યારે માર્કેટ યાર્ડ માં પોતાના માલ નું વેચાણ કરવા આવે ત્યારે પોતાના બેન્ક ની ડિટેઇલ સાથે લાવે.
કેન્દ્રીય બજેટમાં જે પ્રમાણે ભારતને કેશલેસ કરવા માટે ૨ ટકા ટીડીએસ નો નિયમ લાવી રહ્યા છે તેને અનુસંધાને જ્યારે સૌરાષ્ટ્ર કે ગુજરાત કે આખા દેશના માર્કેટિંગ યાર્ડ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની રચના કરવામાં આવી ત્યારે માત્રને માત્ર ખેડૂતોને લાભ થાય અને ખેડૂતો લૂંટાતા બંધ થાય તેના માટે કરવામાં આવી હતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નું એક સ્લોગન પણ એવું છે “ખુલ્લી હરરાજી “ખરો તોલ અને “રોકડા પૈસા આખા દેશના માર્કેટિંગ યાર્ડ આજે વર્ષોથી આ સ્લોગન ઉપર કાર્યરત છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બનાવવાનો મુખ્ય ધ્યેય ખેડૂતોને સારા ભાવ અને રોકડા રૂપિયા મળી રહે તેના માટે કરવામાં આવ્યો પરંતુ આ નિયમથી ખેડૂતોને રોકડમાં નહીં પણ ચેકથી પેમેન્ટ આપવું પડશે એટલે પરિસ્થિતિ એવી થશે કે માર્કેટ યાર્ડ નું જે સ્લોગન છે તે હવે પછી ખોટું પડતું જણાશે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ નથી કે ૨ ટકા ટીડીએસ કેવી રીતના લગાડવામાં આવશે એટલે દરેક વેપારીઓમાં એક મૂંઝવતો પ્રશ્ન એ પણ છે કે સરકાર વહેલી તકે આ નિયમ નું નોટિફિકેશન જાહેર કરે એવી વેપારીઓની માંગણી છે. તેમ અતુલભાઈ કમાણી (પ્રમુખ, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન) દ્વારા જણાવાયું છે. વધુમાં જણાવ્યું છે કે ૧લી સપ્ટેમ્બરી આ નિયમ લાગુ વાનો છે ત્યારે હજુ બે દિવસમાં સર્વાનુમતે નિર્ણયો લેવાશે. આજે બપોરે ૧૨ વાગ્યે સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડોમાં સનિક લેવલે વેપારીઓ સો બેઠક મળશે. અને તમામ યાર્ડો સો સર્વાનુમતે ચર્ચા કરાયા બાદ બંધ મુદ્દે નિર્ણયો લેવાશે.