ફર્નિચર એ મોજ શોખ નહીં જીવન જરૂરીયાતની વસ્તુ છે
કેન્દ્ર સરકાર દ્વારા ફર્નિચર પર ૨૮ ટકા જીએસટીનો ટેકસ નાખતા જેતપુર ફર્નિચર એસોસિએશન દ્વારા ધંધા-રોજગાર બંધ રાખી નહિવત જીએસટીની માંગ સાથેનું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ફર્નિચર પર ૨૮ ટકા જીએસટીનો કર નાખતા જેતપુર ફર્નિચર એસોસિએશન દ્વારા ધંધા રોજગાર બંધ રાખી મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરેલ કે ફર્નિચર એ કોઈ મોજ શોખની વસ્તુ નથી પણ જીવન જરૂરીયાતની વસ્તુ છે અમીર હોય ગરીબ પરિવાર દિકરીઓને કરિયાવરમાં ફર્નિચર આપતા જ હોય છે. જેથી સામાન્ય ગરીબ પરિવારમાં આવડો મોટો ટેક્ષ કોઈ રીતે પરવડે તેમ ન હોય અને ફર્નિચરને મનોરંજનને બદલે જીવન જરૂરીયાત વસ્તુઓની યાદીમાં સમાવિષ્ટ કરી ફર્નિચર પર નહિવત ટેક્ષ કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી.