ઇન્ટેલ કંપનીએ સિરીઝના 10th જનરેશનના પ્રોસેસર જાહેર કર્યા છે. આ પ્રોસેસર 10nm ફેબ્રિકેશન પર બેસ્ડ છે, જે અલ્ટ્રાબુક અને લેપટોપમાં ઉપયોગમાં લઈ શકાશે. કંપનીએ ન્યૂ ઇન્ટેલ આઇરિઝ પ્લસ ઇન્ટીગ્રેટેડ GPU આપ્યું છે. જેનો કોડ ‘આઇસ લેક’ છે.
કંપનીએ 10th જનરેશન Core-i સિરીઝના કુલ 11 CPU લોન્ચ કર્યા છે, જેમાં 6 U-સિરીઝ ચિપસેટ અને 5 Y-સિરીઝ ચિપસેટ સામેલ છે. U અને Y સિરીઝ વચ્ચે મોટું અંતર ક્લોક સ્પીડનું છે. Y-સિરીઝ ચિપસેટનો ઉપયોગ અલ્ટ્રાબુક્સમાં કરી શકાશે. આ પ્રોસેસરનું વેચાણ આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં શરુ કરવામાં આવશે.