કમિટીમાં રાજનાથ, જેટલી અને વૈંકયા નાયડૂનો સમાવેશ
જૂન માસમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે સતા પક્ષ અને વિરોધ પક્ષમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવા માટે બેઠકો યોજવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ કોણ? તેના માટે ઉમેદવારી નોંધાવી જ‚રી છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી.
અગાઉ સોનિયા ગાંધી દ્વારા પણ કોંગ્રેસમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર નકકી કરવા માટે બેઠક બોલાવવામાં આવ્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીના દિગજજ નેતાઓ રાજનાથતસિંહ, અ‚ણ જેટલી અને વૈંકયા નાયડુને સમાવીને એક કમીટીની રચના કરવામાં આવી છે.આ કમિટી દ્વારા જ આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નકકી કરવા ચર્ચા વિચારણા તેમજ વિચાર વિમર્શ કરવામાં આવશે તેમજ અગ્ર હરોળના નેતાઓની કામગીરીની નોંધ લઈ બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવશે આ નામ જાહેર થશે ત્યારબાદ લોકોની આતુરતાનો અંત આવશે.