વિશ્વકપમાં ઈંગ્લેન્ડ ૫૦૦ રન કરે તેવી શકયતા !!!
વિશ્વકપ ૨૦૧૯ને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે વિશ્વકપ માટે ઈંગ્લેન્ડ પ્રચંડ દાવેદાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. સાથો સાથ એમ પણ વાત સામે આવે છે કે, તે તમામ વિરોધી ટીમોને પણ ચેલેન્જ આપશે.
વિશ્ર્વકપ ૨૦૧૯ કે જે ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાવા જઈ રહ્યો છે. ત્યારે આ વિશ્ર્વકપમાં રનોની હારમાળા સર્જાશે તેવી પણ શકયતા સેવાઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડ આ વિશ્વકપમાં ૫૦૦ રન કરે તેવી પણ હાલ સંભાવના થઈ રહી છે. ઈંગ્લેન્ડ ખાતે તમામ ટીમોના કેપ્ટનો વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં માનવામાં આવી રહ્યું છે કે, ઈંગ્લેન્ડ ટીમ ૫૦૦ રનનો સ્કોરને પાર કરશે.
૧૯૮૩નો વર્લ્ડકપ જે ઈગ્લેન્ડમાં રમાયો હતો જેમાં ભારતીય ટીમના સુનિલ ગાવસકર મેચ શ‚ થયાની સાથે જ મેચ પૂર્ણ થયા બાદ અણનમ રહી માત્ર ૩૬ રન જ નોંધાવ્યા હતા. એટલે કહી શકાય કે, તે સમયની વિકેટ અને ૨૦૧૯ની વિકેટમાં જમીન આસમાનનો ફર્ક પડશે. કારણ કે ૨૦૧૯ની સાલમાં જે વિશ્ર્વકપ રમાવવામાં આવવાનો છે જે રન મશીન સાબીત થશે જેના માટે અન્ય ટીમોની સરખામણીમાં ઈંગ્લેન્ડ સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.
ગત વર્ષની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડે તેની જ વિકેટ પર ઓસ્ટ્રેલીયા સામે ૪૮૧ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો અને ઓડીઆઈ એટલે કે વન-ડે શ્રૃંખલામાં તમામ ટીમો કરતા ઈંગ્લેન્ડ સૌથી મોટો હાએસ્ટ ટોટલ ધરાવતી ટીમ છે. ઈંગ્લેન્ડ ટીમે પાકિસ્તાનને ૪-૦થી માત આપતા એક વાત સ્પષ્ટ કરી છે કે વિશ્ર્વ કપમાં અન્ય ટીમોને કપરી ચેલેન્જ મળશે તો નવાઈ નહીં.
તમામ ટીમોના કેપ્ટનો મિડીયા ઈન્ટ્રકશનમાં જોડાયા હતા જેમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ આ વિશ્વકપમાં ૫૦૦ રનનો સ્કોર ઉભો કરશે. વધુમાં વિરાટ કોહલીએ એમ પણ જણાવ્યું હતું કે, વિશ્વકપમાં રનોની હારમાળા સર્જાશે તેવો માહોલ સ્પષ્ટપણે ઉભો થયો છે. પરંતુ આ વિશ્વકપ હોવાથી તમામ ટીમો પ્રેશરમાં રહેશે જેથી ટીમનો સ્કોર ૨૬૦ થી ૨૭૦ હોવા છતાં પણ તે ચેઈઝ કરવો તમામ ટીમો માટે કઠીન સાબીત થશે.
વધુમાં વિરાટ કોહલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટના પ્રારંભીક સ્ટેજમાં થોડી ટીમો દ્વારા ૩૦૦ પ્લસનો સ્કોર થઈ શકશે પરંતુ ટૂર્નામેન્ટ જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ સ્કોરમાં પણ ઘટાડો થશે તો નવાઈ નહીં જેનું એકમાત્ર કારણ વિશ્વ કપ પણ માનવામાં આવે છે.
વધુમાં ભારતીય ટીમ જયારે પાકિસ્તાન સામે રમશે તે અંગેનો પ્રશ્ન પત્રકારો દ્વારા પુછતા વિરાટ કોહલીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, લોકોના મત પ્રમાણે હરહંમેશ ભારત-પાકિસ્તાનનો મેચ અતિ રોમાંચક અને હાઈવોલ્ટેજ હોય છે પરંતુ ટીમ તરીકે વાત કરવામાં આવે તો એટલું જ ધ્યાન આપવામાં આવતું હોય છે કે તેઓને વિજય જ મેળવવાનો છે.
પરંતુ તે વાત સાચી છે કે, વિશ્વકપમાં જયારે પ્રેક્ષકોની જે આશા હોય ત્યારે પ્રેશર ગેમ પણ બનતી હોય છે પરંતુ વિશ્વકપમાં ટીમ જો પૂર્ણત: ધ્યાન કેન્દ્રીત કરી રમે તો તે ટીમનો વિજય નિશ્ચિત છે કારણ કે ઈંગ્લેન્ડના ગ્રાઉન્ડ નાના હોવાના કારણે વિકેટ પણ એટલી જ સારી છે ત્યારે ટીમનું ટોપ ઓર્ડર જો સુઝબુઝથી રમે તો જંગી સ્કોર થવાની પણ શકયતા જોઈ શકાય.