પાણી ચોરી તપાસમાં નિષ્પક્ષ નિર્ણય કરવા રજૂઆત
મહિપરી યોજના વિતરણ કરતી એજન્સીના રમેશ હિરપરા અને જસદણ પ્રાંત દ્વારા પાણી ચોરીની તપાસમાં જસદણને ગોળ અને વિંછીયાને ખોળ જેવી તપાસ કવા વિંછીયા તાલુકા ભાજપ માલધારી સેલના ઉકાભાઈ રબારીએ મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી છે.
રાજકોટ જિલ્લાના જસદણ,વિછીયા તાલુકામાં નદુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જસદણ પ્રાંત, ના. ઈજનેર પાણી પૂરવઠા જસદણ અને મહિપરી યોજના વિતરણ કરતી એજન્સીનાં રમેશ હિરપરા દ્વારા તા.૧૫ના રોજ વિંછીયા તાલુકાની પાણી ચોરીની તપાસની ટીમ બનાવીને વેકેશન સમયમાં જે સ્કુલો બંધ હોય અને પાણીની જ‚રીયાત ન હોય તેવા કનેકશનો કાપીને આ ગરીબ લોકો છૂટા છવાયા વાડી વિસ્તારમાં રહેતા હોય તેઓનાં પીવાના પાણીના કનેકશનો કાપીને ભારત દેશને આઝાદ કર્યું હોય તેવો મોટો દેખાવ જસદણ પ્રાંત કરી રહ્યા છે.
જસદણ પ્રાંત મહિપરી પાણી વિતરણ કરતી એજન્સીના રમેશ હિરપરા દ્વારા જસદણ તાલુકામાં તેની પોતાની યુનિક શૈક્ષણીક સંકુલમાં આટકોટથી વિરનગર રોડ ઉપર વિરનગર જતી પાણીની પાઈપલાઈનમાંથી સવાનું પાણી કનેકશન મીટર વગર બિન અધિકૃત રીતે લીધેલ છે. અને તેની જ્ઞાતી લેઉવા પટેલ સમાજમાં જસદણ આટકોટ વિસ્તારમાં ઘણા બિન અધિકૃત રીતે પાણી કનેકશન અને કોન્ટ્રાકટરોને બાંધકામ કરવા માટે મેઈન લાઈનમાંથી પાણી વેચાણથી બિન અધિકૃત રીતે આપવામા આવે છે.તેના ફોટા સાથે પૂરાવા છે.
જસદણ પ્રાંત ના. ઈજનેર પાણી પૂરવઠા જસદણ અને મહિપરી યોજના વિતરણ કરતી એજન્સીના રમેશ હિરપરા ને કહ્વું છે કે વિંછીયા તાલકાના કડવા પટેલ સમાજ અને કોળી પટેલ સમાજના લોકો જ પાણી ચોરી કરે છે? જસદણ તાલુકાના ઘણા કનેકશનો મહિપરી યોજના વિતરણ કરતી એજન્સીના રમેશ હિરપરા દ્વારા લેઉવા પટેલ સમાજના લોકોને અને સગા સંબંધીઓને શૈક્ષણીક સંસ્થા તથા નાના મોટા ઉદ્યોગો તેમજ ખેતી વાડીમાંથી પસાર થતી મહિપરી યોજનાની મેઈનલાઈન, પેટા લાઈન અને નજીકમાં આવતા પાણી સ્ટોરેજ પંપીંગ હાઈટમાંથી બિન અધિકૃત રીતે પાણીના જોડાણ અને ટેન્કર મારફતે પાણીનું વેચાણ કરી રહેલ છે તો તેની ટીમ બનાવીને જસદણ પ્રાંત અને જવાબદાર અધિકારી દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવાનું કારણ શું ? કેમ તપાસ કરવામાં આવેલ નથી તેના ફોટા સાથે પુરાવા આપવા અમારી તૈયારી છે અને આ એજન્સી દ્વારા લાખો ‚પીયાનો ભ્રષ્ટાચાર કરેલ છે.