પૃથ્વી, પાણી, તેજ, આકાશ ને વાયુ એ પાંચ તત્વનો ખેલ આ જગત કહેવાયું!
આપણું જગત જે પાંચ તત્વોના ખેલ સમું છે, તેમાં પાણીની મહત્તા સૌથી વધારે હોવાનું મનાય છે, આપણી પૃથ્વી પર જળ અને સ્થળ, એમ બેઉ છે. એમાં બે-તૃતિયાંશ ભાગમાં જળ છે અને એક તૃતિયાંશ ભાગમાં સ્થળ છે એવું આ પૃથ્વીની ભૂગોળનું ગણિત છે!
અહીં મેરું વર્તન સહિત અસંખ્ય નાના મોટા પર્વતો છે. પર્વતમાળાઓ તેમજ પહાડો અને પહાડી પ્રદેશો પણ છે. અહીં સાગર, સરોવર, સમુદ્રો, દરિયા, નદીઓ, નાળા, તળાવો પણ છે. ઘણે ભાગે ચોમાસાની ઋતુમાં વરસાદ વરસે છે, જે પાણીનાં મૂળભૂત સ્ત્રોતોને જીવંત રાખે છે.આ બધી કુદરતી સંપત્તિ મનુષ્યોની જરુરતોને પૂરી કરી આપે તેટલી હોય છે. પરંતુ મનુષ્ય જાત ઘણે ભાગે લાલચુ રહી છે.
એક ચિંતકે મનુષ્યોને એવી શિખામણ આપી છે કે ઇશ્ર્વરની અનંત વસ્તુઓમાંથી થોડી વસ્તુઓને લૂંટી લઇ તારા માનેલા નાનકડા ઘરને ભરી દેવાની લાલચમાં ફર લાલચ બૂરી ચીજ છે. માણસ જયારે લાલચુ બને છે, ત્યારે સાથે એ લાલચ સમાજમાં અવેી અવ્યવસ્થા પેદા કરે છે કે સમાજ છિન્નભિન્ન થઇ જાય છે. પહેલાં સમાજના એક અંગમાં સડો લાગે છે. અને ધીમે ધીમે આખો સમાજ એ સડાનો ભોગ બને છે. નાનકડી દેખાતી લાલચ ધીમી ધીમે પાંગરતી જાય છે અને એક દિવસ એવો ઊગે છે કે માણસના જીવનમાં માત્ર લાલચ જ રહી જાય છે.
રહેવા માટે એકાદ ખુણો, ખાવા માટે મુઠ્ઠી ધાન અને પહેરવા માટે બે જોડ કપડાની જરુર હોવા છતાં આજે માનવીની અતિશય વસ્તુ ભેગી કરવા માટે કેટલી બધી લાલચ વધી ગઇ છે! આવી અતિશય લાલચમાંથી મુકત બની સંયમ, સાદાઇ અને સંતોષ ઉપર નિર્ભર રહેવું એ જ સુખી જીવનની પારાશીશી છે માટે હે માનવ ! અતિશય લાલચ માં કર
એક બીજા ચિંતકે માનવું જીવનમાં શ્રમ ઉઘોગની મહત્તા દર્શાવીને કહ્યું છે કે આપણે ભૂલવું ન ઘટે કે શ્રમ માનવ જીવન સાથે જ જન્મ્યો છે. ક્રમશ: પોતાનો વિકાસ શ્રમથી જ સાધતો જાય છે. હલનચલન, વાણી અને જીવનનું પ્રત્યેક કાર્ય અમુક પ્રકારનો શ્રમ માગી જ લે છે. કુદરતે માનવીને માટે જરુરીયાતની બધી વસ્તુઓ ઉપજાવી છે. અને તે પ્રાપ્ત કરવાની શકિત પણ સાથે સાથે આપી છે. શ્રમ કરી, તે શકિત વાપરી, બધી જરુરીયાત માનવીને મેળવવી પડે છે. જો શારીરીક શ્રમ કુદરતી વ્યવસાય ન હોય તો માનવીને કુદરતમાંથી કંઇ પણ મેળવવા પણું રહેવા દીધું જ ન હોત ! શ્રમ એ તો માનવ જીવનની સંજીવની છે. આથી કોઇપણ પ્રકારનો શ્રમ કરતા આપણે ગૌરવ અનુભવવો જોઇએ. એ ગૌરવ એ જ આપણી સાચી સમૃઘ્ધિ છે.
પરમ કૃપાળુ પરમાત્માએ હરેશ માનવને બે હાથ અને બે પગ આપ્યા છે. એના થકી અખંડ પરિશ્રમ કરનાર કાળા માથાનો માનવી શું નથી પ્રાપ્ત કરી શકતો! આજકાલ આપણે અસહ્ય ગરમી પાણીની જરુરત અને વરસાદના આગમન વાવાઝોડા વિષેના અહેવાલો વાંચી છીએ વૈજ્ઞાનિકોનું માનવું છે કે વિશ્ર્વમાં પ્રતિવર્ષ ૪૦ થી પ૦ જેટલા દરિયાઇ તોફાનો આવે છે. આમાંના મોટાભાગના ભયંકર, ભયાનક અને વિનાશકારી હોય છે.
કેટલાક વર્ષો પહેલા જાપાનમાં એક ભયંકર દરિયાઇ તોફાન આવ્યુઁ હતું જેમાં પ૦૦૦ માનવીના મૃત્યુ નિપજયાં હતા અને ૪પ કરોડ પાઉન્ડનું નુકશાન થયું હતું. કેટલાક પ્રયોગો બાદ વૈજ્ઞાનિકોએ એ શોધી કાઢયું છે કે આ દરિયાઇ તોફાનો પર કાબુ મેળવીને એમાંથી મન માન્યો વરસાદ વરસાવી શકાય તેમ છે. જો આ પ્રયોગોમાં સફળતા મળી તો વિશ્ર્વના દેશો માટે હરીકેન ટ્રાઇકુન વગેરે નામે ઓળખાતા દરિયાઇ તોફાનો શ્રાપને બદલે વરદાનરુપ સાબીત થશે. અગ્નિ એશિયા તથા પેસીફીક વિસ્તારમાં આવેલ ફીલીપાઇન્સ જાપાન જેવા દેશોને આપી ખાસ લાભ થશે.
એ જાણવા જેવું છે કે વિશ્વના અર્ધા દરિયાઇ તોફાનો, યફીલીપાઇન્સમાંથી આવે છે. આ દરિયાઇ તોફાન ફીલીપાઇન્સને ચીરીને એના પૂર્વ કિનારા પર ધુમે છે. અને પેસીફીક પર થઇને ઉત્તર તથા ઉત્તર પશ્ચિમી દિશામાં આગળ વધે છે. પછીયા ખુબ ઝડપી ગતિ ધારણ કરીને એ ચીની સાગર સુધી પહોંચી જાય છે. આ તોફાન વિયેટનામ, તૈવાન, હોંગકોંગ અને કિનારાઓને પોતાની ઝપટમાં આવેલ છે. આવા તોફાનોને નિયંત્રિત કરવાનું કાર્ય ઝડપથી થઇ રહ્યું. અત્યાર સુધીમાં તોફાની વાદળાઓમાં સિલ્વર આર્યોડાઇડ છાંટીને થતા પરિવર્તનોના અભ્યાસ કરવામાં આવ્યો છે.
અખાતી દેશોમાં પણ ખૂબ જ ઓછો વરસાદ પડે છે. જેથી પ્રવાસનની મુખ્ય આવક ધરાવતા દુબઇ જેવા દેશોમાં ઉનાળામાં ચાર માસમાં પ્રવાસીઓની સંખ્યા ખુબ જ ઓછી થઇ જવા પામે છે. ઉપરાંત દુબઇને પીવાના પાણી માટે દરિયાના ખારા પાણીને મીઠા કરવા પડે છે. જેથી, દુબઇએ છેલ્લા બે વર્ષથી કૃત્રિમ વરસાદ વરસાવવાની શરુઆત કરી છે. ઉનાળામાં કૃત્રિમ વરસાદ વરસાવીને વાતાવરણમાં ઠંડુ રાખવામાં દુબઇ સરકારને સફળતા મળી છે. કૃત્રિમ વરસાદ વરસાવતા પહેલા સરકાર આગામી પણ કરે છે કે આ દિવસે આટલો વરસાદ વરસશે જેથી નાગરીકો સાવચેતી રાખી શકે.
કૃત્રિમ વરસાદના વરસાવવામા મળેલી સફળતા બાદ દુબઇ સરકારે દુબઇને આગામી ત્રણ વર્ષમાં ગ્રીન કરવા કમર કસી છે. ઉપરાંત કૃત્રિમ વરસાદી પાણીનો સંગ્રહ કરીને બારેમાસ પીવાના પાણીની સમસ્યાનો નિરાકરણ લાવવા માટેનું આયોજન કરી રાખ્યું છે. ઉનાળામાં કૃત્રિમ વરસાદ વરસાવીને દુબઇ સરકાર પ્રવાસીઓને પણ આકર્ષવાનાં પ્રયત્નો કરી રહી છે. ભારતમાં પણ કૃત્રિમ વરસાદ શકય છે પરંતુ ભારત વિશાળ દેશ હોય જેથી જયાં જોઇએ ત્યાં વરસાદ વરસાવી શકાતો નથી પરંતુ ભવિષ્યમાં કૃત્રિમ વરસાદ જોઇએ ત્યાં વરસાવી શકાય છે.
ડો. જહોન સિમ્પસના અને ડો. આર.એમ. સિમ્પસનનું એમ કહેવું છે કે, જો કોઇપણ પ્રકારે દરિયાઇ તોફાનોમાંથી હવાને (પવનને) અલગ કરી શકાય તો એમની વિનાશકારી અસરોમાંથી બચી શકાય અને એમાંના દ્રવ્યોને રુપાંતરીત કરીને એનો લાભ લઇ શકાય.આ ઉપરાંત તોફાનના કેન્દ્રની ઉંચ ચોમેર રહેલ રુના ગોટા જેવા (કયુમુલસ) વાદળોમાં જો સિલ્વર આયોડાઇવ છાંટવામાં આવે તો એ વિસ્તારમાં ગરમી વધશે, દબાણ ઘટશે અને હવાની ગતિ પણ મંદી પડી જશે.
‘હરીકેન’નામક દરિયાઇ તોફાનનું નિયંત્રણ કરવા માટે અન્ય પ્રયોગો પણ થઇ રહ્યા છે. આને માટે મોટું તળાવ તૈયાર કરવામાં આવ્યું છે આઠ થી દશ ફુટ લાંબા જહાજ દ્વારા આ તળાવમાં પ્રયોગ કરવમાં આવે. છે. આ બધા પ્રયોગોમાં સફળતા માનવ જાત માટે કલ્યાણકારી અને આશિર્વાદરુપ નીવડશે એ નિર્વીવાદ છે. આમ તો, વાવાઝોડા, ઝંજાવાત, દરિયાઇ તોફાન લાભકર્તા થવાને બદલે વિનાશક બનતા હોય છે. વરસાદની અછત પણ લોકોને ચિંતા કરાવ્યા વિના રહેતી નથી.
જો લાંબા વખત સુધી વરસાદ ન પડે અને તેની કારમી અછત રહે તો કાળા માથાના માનવી રૂઢેલી મનાતી કુદરતની સામે બાંયો ચડાવીને કૃત્રિમ વરસાદના શ્રમ-ઉદ્યોગ કરે છે ! ગમે તેવા સંકટમાં શ્રમ કરી છુટવાનું ડહાપણું ભર્યુ ગણાય અને જુદી લાલચોને તિલાંજલી આપવાનું હિતાવહ બને… આ વર્ષે કૃત્રિમ વરસાદના પ્રયોગો ન કરવા પડે અને કુદરત ત્રૂઠે એવી પ્રભુને પ્રાર્થના કરીએ!