વેરા બીલ નથી મળ્યા કે મિલકતનું લીંકઅપ નથી થયું તેવા લોકોને વળતર યોજનાનો લાભ નહીં મળે
મહાપાલિકામાં હાલ વેરા વળતર યોજના ચાલી રહી છે. આગામી ૩૧મી મેના રોજ આ યોજના પુરી થઈ જશે. દરમિયાન ૧૦,૦૦૦થી વધુ કરદાતાઓ વેરા વળતર યોજનાના લાભથી વંચિત રહે તેવી દહેશત વર્તાઈ રહી છે. જે કરદાતાઓને વેરાના બીલ નથી મળ્યા કે મિલકતનું લીંકઅપ નથી થયું તેઓને આ યોજનાનો લાભ નહીં મળે.
ગત વર્ષે મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરીયા આધારીત પધ્ધતિની અમલવારી શ‚ કરવામાં આવી હોય ૪૫૦૦૦થી વધુ મિલકતોનું લીંકઅપ બાકી રહી ગયું હતું. જે લોકો ગત વર્ષે ત્રણ વખત વળતરની મુદત વધારવામાં આવી હોવા છતાં તેનો લાભ લેવાથી વંચિત રહ્યાં હતા દરમિયાન આ વખતે પણ મિલકત લીંકઅપની કામગીરી ખુબજ ધીમી ગતિએ ચાલી રહી છે. આટલું જ નહીં ૧૦,૦૦૦ જેટલા લોકોને હજુ વેરા બીલ મળ્યા નથી જે આ વર્ષે પણ વળતર યોજનાથી વંચિત રહે તેવી દહેશત ઉભી થવા પામી છે.