ગાંધીજીએ આપેલા સત્ય અને અહિંસાના સંદેશામાંથી વિશ્ર્વના અનેક નેતાઓ પ્રેરણા મેળવી ક્રાંતિ સર્જી હોય અમેરિકન કોંગ્રેસ દ્વારા સન્માન કરાશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ‘અહિંસા’ના હથિયાર દ્વારા ભારતમાં ૧૫૦ વર્ષ જૂના અંગ્રેજોના શાસનને હરાવ્યું હતુ ગાંધીજીના અહિંસાના સિધ્ધાંતોમાંથી પ્રેરણા લઈને માર્ટીન લ્યુથર કીંગ, જેલ્શન મંડેલા વગેરે નેતાઓ મહામાનવો તરીકે વિશ્વભરમાં ઉભરી આવ્યા હતા ૨૦મી સદીનાં મહામાનવ ગાંધીજીને આ વર્ષે અમેરિકન સરકારે સર્વોચ્ચ નાગરીક આપવાનો નિર્ણય કર્યો છે.
વર્લ્ડ કોર્મોરેટ દ્વારા ઉજવવામાં આવતી ૧૫૦મી વર્ષ ગાંઠ નિમિત્તે, મહાત્મા ગાંધીને આ સન્માન આપવામાં આવશે. તેમ અમેરિકન સેનેટરે વિગતો આપી હતી અમેરિકાની સેનેટે ગયા વર્ષે કોગ્રેસ ગોલ્ડ મેડલ માટે ગાંધીજીના નામની પસંદગી કરી હતી તેમને આ યુગના સત્ય માટેના સાચા માર્ગદર્શક ગણાવ્યા હતા.
ગાંધીજી અમેરિકનો સહિત સમગ્ર વિશ્ર્વના લોકો માટે અહિંસાના મસીહા બન્યા હતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અમેરિકામાં અહિંસા ફાઉન્ડેશન દ્વારા ન્યુર્યોકમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને ગાંધીજીએ વિશ્વસરાવ્યું છે. ગાંધીજીની પ્રેરણાથી નેશનલ મંડેલા અને કિંગ માર્ટીન લ્યુથરને પ્રેરણા મળી હતી અમેરિકાએ સૌ પ્રથમ વાર દિવાળીની પોસ્ટલ ટિકિટો બહાર પાડી હતી.
ગાંધીજી જેવા મહાનુભાવ માટે ગમે તે કરો ઓછું છે તેમણે દરેક સમસ્યા માટે અહિંસાનું શસ્ત્ર માનવસમાજને ભારત જેવા દેશને આઝાદ પણ અહિંસાના શસ્ત્ર દ્વા જ કરાયું છે. ઈન્ડો અમેરિકન સેનેટને સંબોધન કરી સંદિપ ચક્રવર્તીએ જણાવ્યું હતુ કે ગાંધીજી પોતે જ એક પ્રમાણીક વ્યકિતત્વના માલીક હતા અને તેમણે વિશ્ર્વને માનવ ધર્મ સત્ય અહિંસાનો માર્ગ દેખાડયો છે. અમારી આઝાદી તેમની ખાત્રી છે. ભગવાન મહાવીરના જીવો અને જીવવા દો સુત્રને આધુનિક યુગમાં ગાંધીજીએ જ અમેરિકન સહિતના વિશ્ર્વમાં પ્રચલીત કર્યું છે.
આઈએએફના પ્રમુખ અને સ્થાપક નિતા જૈન, સામાણી મલય, પ્રજ્ઞાજી અને સામાણક્ષ નિતિ પ્રજ્ઞાજી સહિતના ઉત્તર અમેરિકાના જૈન વિશ્વ ભારતીના પ્રવકતાઓ, સેનેટર કેવીન થોર્મસ, મેનહટન પ્રેસિડેન્ટ ગેલબ્રવર ઈન્ડિયન અમેરિકન ફાઉન્ડેશનના ઉપપ્રમુખ રાજ ભાયાણી સહિતના મહાનુભાવોએ ગાંધીજી વિશે પ્રેરક ઉદબોધન કર્યા હતા. આ કાર્યક્રમોમાં ભારતીય પરિવારના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારતીય નૃત્યની પ્રસ્તુતિ કરી હતી મહાત્મા ગાંધીને અમેરિકાનું સર્વોચ્ચ નાગરીક પુરસ્કાર આપવાની જાહેરાતથી વિશ્ર્વભરના ગાંધી પ્રેમીઓમાં આનંદ છવાયો છે.