રપ૦૦૦ ચોરસ મીટરના વિશાળ એ.સી. ડોમમાં મેગા આયોજન: દેશભરના પ૦૦ થી વધુ ઉદ્યોગકારો જોડાશે: સૌરાષ્ટ્રના લઘુ અને મઘ્યમ કક્ષાના ઉદ્યોગકારોને મળશે વિશાળ પ્લેટફોર્મ
લધુ અને મઘ્યમી ઉઘોગ ક્ષેત્રે દેશભરમાં ખ્યાતનામ રાજકોટના ઉઘોગ જગતને માર્કેટની વિશાળ પાંખો આપવા માટે લધુ ઉઘોગ ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આગામી નવેમ્બર માસમાં ર૪ થી ર૭ તારીખ સુધી રાજકોટના આંગણે રાષ્ટ્રીય ઇન્ડીયા ઇન્ડસ્ટ્રિયલ ફેર-૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા લધુ ઉઘોગ ભારતી સૌરાષ્ટ્રના પ્રમુખ હંસરાજભાઇ ગજેરા તથા ગણેશભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે ટેકનોલોજીકલ રાષ્ટ્રીયતાના થીમ સાથે અમે રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાના ઉઘોગ મેળાનું આયોજન કર્યુ છે જેનું આજરોજ લોન્ચીંગ કરીએ છીએ. અંદાજે ૨૫,૦૦૦ ચોરસ મીટરની વિશાળ જગ્યામાં એસી ડોમ સાથે વિશાળ એકિઝબિશનનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી અંદાજે પ૦૦ થી પણ વધુ ઉઘોગકારો ભાગ લેશે. પ્રેસ કોન્ફરન્સમાં હંસરાજભાઇ ગજેરા, હિતેન્દ્રભાઇ જોષી, ગણેશભાઇ ઠુંમર તથા જયભાઇ માવાણી હાજર રહ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, આ ઔઘોગિક મેળા દ્વારા અમારો મુખ્ય ઉદેશ્ય માઇક્રો, સ્મોલ, મિડિયમ સાહસોને એક જ સ્થળે આકર્ષવાનો છે. ભારત એમ.એસ.એેમ.ઇ.નું હબ છે. આ એકઝિબિશન વિશ્ર્વની એમ.એન.સી. જાહેર સાહસો, ઓટો જાયન્ટ વગેરે સમક્ષ તેમને પ્રોડકટ શો-કેસ કરવાનું એક મોટું પ્લેટફોર્મ બની રહેશે. આ ઉઘોગ મેળાની મહત્વની બાબત એ છે કે ઉત્પાદકોની પ્રોડકટનું સુવ્યવસ્થિત ઢબથી પ્રેઝન્ટેશન થાય. તેમની પ્રોડકટ ડિસ્પલે થાય. પસંદગીના ઉત્પાદનો નિશ્ર્ચિત સમય મર્યાદામાં મોટી સંખ્યામાં ગ્રાહકો તમારા સુધી નિહાળવા આવે. આ ઉઘોગમેળામાં અમો પસંદગીની લગભગ તમામ કેટેગરીને આવરી લઇ તેને પ્રોમોટ કરવાનો પ્રયાસ કર્યો છે. સરકાર જેના વિકાસ માટે પ્રયાસો અને પ્રોત્સાહન યોજના કરે છે એવો ક્ષેત્રો ઉપર પણ ઘ્યાન અપાયું છે.
રાજકોટના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે ૨૫,૦૦૦ ચોરસ મીટરના વિશાળ એ.સી. ડોમમાં અંદાજે પ૦૦ થી વધુ કંપનીઓ માટે એકઝિબિશન સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં બી ટુ બી, બી ટુ સી અને બી ટુ જી ઇન્કવાયરી જનરેટ થવાની જબ્બ શકયતા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મેક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર ઇન્ડસ્ટ્રિયલ જાયન્ટ અને એમ.એસ.એમ.ઇ. એક જ મંચ ઉપર એકઠા થાય એક મેકની પ્રોડકટ અને નિપુણતાથી પરિચિત થાય. તેમની આંતરીક જરુરીયાતો, ગુણવતા, ટેકનોલોજી વગેરેને સમજી કોસ્ટ એફિસિયન્ટ માર્કેટનું સર્જન કરે તે બન્ને પક્ષે લાભકારક બનશે. બજારમાં જરુરી ટેકનોલોજીકલ અને માર્કેટ ઇનોવેશન કરવા માટે આ મેળો એક પ્રેરક મંચ બની રહેશે.
ગત એપ્રિલ ૨૦૧૬માં લઘુઉઘોગ ભારતી દ્વારા ઉઘોગમેળો યોજવામાં આવ્યો હતો. જેને સંગીત સફળતા મળી હતી આ મેળામાં ઉઘોગકારોને સ્ટોલ માટે સરકાર તરફથી પ્રતિ સ્કવેર મીટર રૂપિયા ૩૦૦૦ ની સબસીડી અપાવી હતી. ઉઘોગકારોના આગ્રહથી લધુ ઉઘોગ ભારતી દ્વારા ફરી એક વખત રાજકોટના આંગણે રાષ્ટ્રીય કક્ષાના ઉઘોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
લઘુ ઉદ્યોગ ભારતી વિષે
લધુ ઉઘોગ ભારતી માઇક્રો, સ્મોલ ઇન્ડસ્ટ્રી માટેનું રાષ્ટ્રીય સંગઠન છે. ૧૯૯૪ ની સાલમાં અસ્તિત્વમાં આવ્યું છે. આજે દેશભરના ૪૦૦ થી વધુ જીલ્લાઓમાં આ સંગઠન ફેલાયુ છે. દેશભરમાં લધુ ઉઘોગ ભારતીની રપ૦ થી વધુ શાખા છે. લધુ ઉઘોગક્ષેત્રનેસુગઠીત કરવાના સનિષ્ઠા પ્રયાસો અવિરત પણે લધુ ઉઘોગ ભારતી કરી રહ્યું છે.