કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ સંબોધી પત્રકાર પરિષદ
લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઘોસણાપત્રક અંગે રાજકોટના ઢેબર રોડ ખાતે રાજકોટ શહેર અને લ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. અર્જુન મોઢવાડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કોંગ્રેસ ભાજપની જેમ ગુબારા નહી છોડેઆ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં ૨૬માંથી બહુમતી સીટો મેળવશે. જેવી રીતે ૨૦૦૪માં કોંગ્રેસે ગુજરાતમાં ૨૬માંથી ૧૨ સીટો મેળવી યુપીએ સરકાર બનાવી હતી તેવી જ રીતે આ વર્ષે પણ કોંગ્રેસ ગુજરાતમાં બહુમતીની સીટો મેળવી કોંગ્રેસની આગેવાનીમાં રાહુલગાંધીની અધ્યક્ષતામાં કેન્દ્રમાં યુપીએની સરકાર બનાવશે.
અબતક દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ર્નમાં તેઓએ જણાવ્યું હતુ કે રનીંગ કે ચાલુ ધારાસભ્યોને ટીકીટ આપવી એવો કોઈ ક્રાઈટ એરીયા હોતો નથી જે વિસ્તારમાં જે કાર્યકર્તાઓની માંગ હતી કે અમને આ ઉમેદવાર આપો અને કોંગ્રેસ પક્ષે પણ તેને ધ્યાનમાં રાખીને મેરીટના ધોરણે ઉમેદવારોને ટીકીટ આપી છે.
પત્રકાર પરીષદ સંબોધતા વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકાર દેશને છેતરી ગઈ છે. ભાજપે જે ચૂંટણી ઢંઢેરા બહાર પાડયા હતા. તે પૂર્ણ નથી થયા કોંગ્રેસ જેતે સમયે ચૂંટણીના વાયદાઓ કર્યા હતા. તે તમામ વાયદાઓ તે તમામ વાયદાઓ પૂર્ણ કર્યા છે.
જેથી કોંગ્રેસ ફરી નવા વાયદાઓ સાથે લોકસભામાં આવી છે. અને અમે આ તમામ વાયદાઓ પૂર્ણ કરીશું ગરીબ લોકોને ૭૨ હજાર આપવામાં આવશે, સરકારી નોકરીમાં ખાલી જગ્યા છે જે અમે ૧ વર્ષમાં ભરીશું, બેરોજગારોને રોજગારી આપીશુ, ગુણવતા યુકિત શિક્ષણ આપવામાં આવશે, ખેડુતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ આપીશું અને દેશમાં કૃષીનું અમે અલગ બજેટ બનાવશું.
હાલ ધો. ૧ થી ૮ સુધી શિક્ષણ વિનામૂલ્યે અને ફરજીયાત છે તે ધો.૧૨ સુધી ફરજીયાત અને વિનામૂલ્યે કરીશું, જીએસટીમાં ફેરફાર કરીશુ, સ્વાયત સંસ્થાઓને હાલ સરકારે તેમના નિયંત્રણમાં લેવાની કોશિષ કરે છે. જેને કોંગ્રેસ સ્વતંત્રતા આપશે તેમજ છૂટો દોર આપશે. આ વખતે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ બહુમતિથી જીતશે તેવો નિર્ધાર કર્યો છે. આજની પત્રકાર