ભાજપે વધુ ૪૩ ઉમેદવારોની યાદી જાહેર કરી: પક્ષમાંથી વંશવાદને નાબુદ કરવા કવાયત
દેશમાં અત્યારે શેરડીની સીઝન ચાલી રહી છે. ત્યારે અમદાવાદનાં વિમા કંપનીમાં કામ કરતા મયંક તિવારીને ઉત્તરપ્રદેશના ખેરી જિલ્લામાં વસતા પરિવારના મોટાભાઈનો ઉત્તરપ્રદેશમાં શેરડીમાં પ્રવર્તી રહેલી મુશ્કેલીનો સંદેશો મળ્યો હતો જે મિલને ખેડુતો શેરડી આપે છે. તે મીલે ખેડુતો પાસેથી વધારાની શેરડી ખરીદવાનો ઈન્કાર કરી દીધો છે.
તૈયાર શેરડીનો કોઈ લેવાલ ન હોવાથી ખેડુત પરિવાર આર્થિક અધોગતિમાં ધકેલાય ગયું છે. આ પરિવાર પર શેરડીનો પાક તૈયાર કરવા માટે કરાયેલુ પાંચ લાખનું કરજ પણ હજુ ઉતર્યું નથી અને શેરડી લેવાનું મીલે ઈન્કાર કરી દીધું છે. અમદાવાદના યુવાન મયંક મીલના જનરલ મેનેજરનો સંપર્ક કરી આ પરિસ્થિતિનો તાગ મેળવતા મીલ મેનેજરે જ‚રીયાતથી વધુ માલનું ઉત્પાદન અને ટેકાના ભાવો ઉંચા રહેતા હોવાથી ખેડુતો પાસેથી શેરડીની ખરીદી ન કરી શકાય તેમ જણાવ્યું હતુ.
ઉત્તરપ્રદેશના શેરડી પકવતા વિસ્તારોના પટ્ટા પર લોકસભાની ૧૧ બેઠકો આવી છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં આ સમગ્ર વિસ્તારમાં ખેડુતોને રાજી કરીને મોટાભાગની બેઠકો કબ્જે કરી હતી. પરંતુ આ વખતે શેરડીની ખેતીની દુર્દશા અને કેટલાક અન્ય કારણોથી ભાજપ માટે કપરા ચઢાણ બની રહેશે. ખોડુતના નેતાએ મતોના ધ્રુવીકરણ માટે મેદાનમાં ઉતરી ગયા છે. અને નોટાના ઉપયોગ માટે તૈયાર થયા છે. મેરઠના ખેડુત નવીન પ્રધાને જણાવ્યું હતુ કે સરકારો બદલાય છે. પરંતુ સમસ્યા એનીએજ રહે છે. સમાજવાદી સરકાર પાંચ વર્ષમાં શેરડીના ટેકાના ભાવમા માત્ર ૧૦ રૂપીયાનો જ વધારો કર્યો હતો. અને મીલમાં માલ પહોચે તે પછીજ ૧૪માં દિવસે પૈસા પહોચી જશે પરંતુ એવું થયું નથી.
દેશના ૧૯૮થી વધુ ખેડુત સંગઠનો ઓલ ઈન્ડીયા કિસાન સંઘર્ષ સંકલન સમિતિના બીએમ સિંહે જાહેરાત કરી છે કે જો રાજય સરકાર ખેડુતોના મદદગાર નહિ બને તો નોટાનો ઉપયોગ થશે. તેમણે રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ સામે પણ ચૂંટણી વચનો પુરા કરવાનો પડકાર ફેંકયો છે.
ઉત્તરપ્રદેમાં ૩૪.૫ લાખ ખેડુત પરિવારો શેરડી વાવે છે. અને બીજા ૧૮.૬ લાખ ખેડુતો શેરડીમાંથી ગોળ બનાવે છે. આ વર્ગ બે કરોડ મતદારોનું વોર્ટ બેંક ધરાવે છે. તામિલનાડુના રાજયસભાના સાંસદ અય્યાપન્નુએ ખેડુતોને આ સમસ્યાના ઉકેલ માટે સંગઠીત થવા અને નોટાના ઉપયોગ માટે આહવાન કર્યું છે. ગુજરાતના ખેડુત નેતા જે.કે. પટેલ, પંજાબના જગ મોહનસિંહ, હરિયાણાના રાજેન્દ્ર અય્યર એ ખેડુતોનો રોષ નોટાથી પ્રદર્શિત કરવા આહવાન કર્યું છે.
ઈતિહાસ કહે છેકે શેરડી પકવતો આ વિસ્તાર કેન્દ્રની સરકાર માટે મહત્વનો બન્યો છે. ૨૦૧૪માં આજ વિસ્તારમા ઉભી થયેલી હિન્દુત્વની લહેરથી ભાજપની સરકાર રચાય હતી આ વખતે અહી નારાજી પ્રવર્તે છે.ગઈકાલે ભાજપે વધુ ૪૩ નામોની યાદી જાહેર કરી છે. ભાજપે કાનપૂરની કેસરી પ્રભાવવાળી મુરલીમનોહર જોષીની બેઠક અને દક્ષિણ બેંગ્લોરની બેઠક પર અનંતકુમારના પત્નીની દાવેદારીવાળી બેઠક સહિત ૪૩ બેઠકોનું ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ કરી ૪૩ નામોની જાહેરાત કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશ કેબીનેટમંત્રી સહિતના ૩૦ ઉમેદવારો યુપીમાંથી જાહેર કર્યા છે.
વરૂણગાંધી અને મેનકાગાંધીની પીલીભીત અને સુલ્તાનપૂરની બેઠકનું કોકડુ ઉકેલાયું છે. આજમખાન સામે જયાપ્રદાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય ઉત્તર પ્રદેશના રીટાબહુગુણા જોષીના ભાજપ પ્રવેશ પછી તે અલ્હાબાદમાંથી ચૂંટણી લડશે. રવિશંકર પ્રસાદ પટણા સાહેબથી ચૂંટણી લડશે. ભાજપે વધુ ૪૩ બેંકોને કનફોર્મ કરી લીધી છે.
ભાજપે ૩૬૯ ઉમેદવારો અને યુપીનાં ૬૨ ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. યુપીમાં અપનાદલ માટે બે બેઠકો મૂકી છે. મનોજસિંહા ગાજીપૂરમાંથી ઉમેદવારી કરશે. વિરેન્દ્રસિંગને બઢોઈની તેમની મૂળભૂત બેઠકથી ઉતર પ્રદેશના બલીયામાં ફેરવવામાં આવ્યા છે. મહેન્દ્રનાથ પાંડેને ચંડોલીથી ટીકીટ આપવામાં આવી છે. ભાજપ આ વખતે ટિકિટ ફાળવણીમાં કોઈપણ પ્રકારની શરતચૂક કરવા માંગતી નથી.
ભાજપે ૭૫ વર્ષથી વધારે વયનાઅનેક વરિષ્ટ નેતાઓની ટીકીટો કાપી નાખી છે. આ નેતાઓએ પોતાને નહી તો પોતાના પુત્રોને ટીકીટો આપવા પાર્ટી હાઈકમાન્ડને ભલામણો કરી હતી આ ભલામણોને અવગણીને મોદી શાહની જોડીએ પાર્ટીમાં વંશવાદ ચાલશે નહિ તેવું ટીકીટોની ફાળવણીમાં પૂરવાર કરી દઈને અનેક વર્તમાન સાંસદો અને વરિષ્ટ નેતાઓની જગ્યાએ તેમના વારસદારોને ટીકીય ન આપીને જીતી શકે તેવા નવા ઉમેદવારોને તક આપી છે. જોકે, અમુક કિસ્સાઓમાં આવી ટિકિટો અપાઈ છે. તેમાં પણ ઉમેદવારની પોતાની રાજકીય તાકાતના આધારે તેમની પસંદગી કરવામાં આવી છે.