શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિરાજની છ ગાવની યાત્રા ફગણ સુદ-૧૩ ના રોજ આ યાત્રા કરવામાં આવે છે. આજે (૧૯ માર્ચ)ને મંગળવારે હજારોની સંખ્યામાં જૈન લોકો છ ગાઉની યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધ્યું છે.
જય જય શ્રી આદિનાથના નાદ સાથે વહેલી સવારે ભાવિકો છ ગાવની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. દેશમાંથી હજારોથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડી છે. તે દરમિયાન પાલિતાણા તાલુકાનાં આદપુર ગામે સિધ્ધવડ વાડી ખાતે ૯૭ પાલની વ્યવસ્થા શેઠ આંણદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવી છે.
જૈન સમાજમાં ફગણ સુદ તેરસ પાલિતાણા શેત્રુજય ગિરિરાજ પર છ ગાવની યાત્રા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે દેશભરમાથી લાખો જૈનો ઉમટી પડી છ ગાવની યાત્રા કરી પુણ્ય નું ભાથું બાધે છે. તેમજ અલગ અલગ સિટી માથી વિશેષ બસો, લગઝરી, પ્રાઈવેટ બસો દ્વારા યાત્રિકો મોટી સંખ્યામાં પુણ્યનું ભાથું બાંધવા પાલિતાણા પહોચ્યા છે.
મેડીકલ, સિક્યુરીટી, ઠંડા-ગરમ પાણીની વ્યવસ્થા
દર વર્ષ માફ્ક યાત્રા દરમિયાન યાત્રાળુંઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ઠંડા-ગરમ પાણીની વયવસ્થા, મેડિકલ વ્યવસ્થા, સિકયુરિટી,તેમજ વિગેરે સેવા પુરી પાડવામાં આવી છે.
પાલીતાણા દેરાસરની જાણકારી
શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલીતાણાની યાત્રા ન કરી હોય તેવા જૈન કદાચ બહુ જ ઓછા જોવા મળશે. શ્વેતાંબર જૈનોમાં આ તીર્થનું માહાત્મ્ય સૌથી વધુ છે. એમ માનવામાં આવે છે કે જૈનોના 24 પૈકીના 23 તીર્થંકરો (નેમિનાથ સિવાયના) આ ટેકરી ઉપર આવ્યા હતા.
કહેવાય છે કે અહીંના રાયણના વૃક્ષના મૂળ, ફૂલ કે પાનમાં આદિનાથ દેવનો વાસ રહે છે. અજિતનાથ ભગવાન આ પર્વત પર 3000 વાર આવ્યા હતા અને જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા. પાલીતાણાના પહાડો પર જૈનોના 3000 કરતાં પણ વધારે નાનાં-મોટાં દેરાસરો આવેલાં છે. પાલીતાણા પરથી કરોડો જીવો મોક્ષ પામ્યા હોવાનું માનવામાં આવે છે.
પાલીતાણાના ભવ્ય દેરાસર શૃંખલાનું નિર્માણ ઇ.સ. 13મી સદીના સમયગાળામાં પર્વત પર શરૂ થયું હતું. જૈન ધર્મના શ્રેષ્ઠી વસ્તુપાલ દ્વારા પાલીતાણાનું નિર્માણ થયું હતું. 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્થાન પર પહોંચવા 3794 પગથિયાં બનાવવામાં આવ્યાં છે.
પર્વતના શિખર પર પહોંચવાના રસ્તે તીર્થંકરોનાં પદચિહ્નો દ્રશ્યમાન થાય છે. સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. અહીં શ્રી આદિનાથ પ્રભુ મૂળનાયક છે. મુખ્ય દેરાસરમાં ભગવાન આદિનાથની ભવ્ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બને છે. વિક્રમ સંવત 1018 માં આ દેરાસરનું 13મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું.
‘પાલીતાણા’નું મુખ્ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમયાંતરે તેનું પુનઃનિર્માણ થતું રહ્યું છે. રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્થરોમાંથી અંદાજે રૂપિયા 2.97 કરોડના ખર્ચે તત્કાલીન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્વરૂપ આપી વિસ્તાર્યું. હાલનું દેરાસરનું ઇ.સ. 1618 માં નિર્માણ કરવામાં આવ્યું.