ફ્રાન્સ સરકારે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)માં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ ચીને ચોથીવાર પણ તેમાં અવરોધ ઉભો કર્યો છે. મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાનો દોષી છે.
મસૂદના મામલે ચીનના વિરોધ પર ભારત બાદ અમેરિકાએ પણ નિરાશા વ્યક્ત કરી હતી. અમેરિકાના સાંસદ ઇલિયટ એન્જલે કહ્યું કે, ચીન અને પાકિસ્તાનને પોતાના આંતરરાષ્ટ્રીય જવાબદારી પૂરાં કરવાનો પર્યાપ્ત અવસર મળ્યો છે.