આજકલ માણસ પૈસાની પાછળ એટલી હદે દોડવા લાગ્યો છે કે તે ખાવાનું , પીવાનું , ઊંઘવાનું આ બધુ જ ભૂલતો જતો થયો છે પોતાની અનેક કામેચ્છાને પૂર્ણ કરવામાં પોતાના માટે સમય નીકળતા પણ તે ભૂલી ગયો છે.
આમ તો ઘણા દિવસો ઉજવવામાં આવે છે તેવામાનો એક દિવસ એટલે કે સ્લીપ ડે ઊંઘ અને તેને કારણે થતી બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદેશથી દરવર્ષે વિશ્વ ઊંઘ દિવસ ઉજવવામાં આવે છે. આ નિમિત્તે ડો. આલાપ અંતાણી જણાવી રહ્યા છે આયુર્વેદમાં જણાવાયેલ ઊંઘના મહત્વ વિષે, વ્યક્તિ માટે જરૂરી ઊંઘ વિષે અને તેની સ્વસ્થ્ય પર થતી અસર વિષે. સમગ્રવિશ્વમાં 18મી માર્ચનાં રોજ ‘વર્લ્ર્ડ સ્લીપ ડે’ની અવેરનેસ ફેલાવાય છે. ત્યારે લોકોએ જાણવું જરૂરી છે કે, દિવસ દરમિયાન, આળસ, થાક અને ડિપ્રેશનની સાથે રાત્રે ઉંઘમાંથી ઝબકીને જાગી જવાની સાથે બેથી ત્રણ વાર ઉઠવાની સમસ્યા હોય તો તે સ્લીપ ડિસઓર્ડર હોઇ શકે છે. તેમજ સ્લીપ ઓર્ડરનું તાત્કાલિક નિદાન-સારવારથી રોગને કારણે હૃદયરોગ, હૃદયનાં અનિયિમત ધબકારા અને મૂડ ડિસઓર્ડરની સમસ્યા સર્જાઇ શકે છે.
ઊંઘ ન થવા પાછળ ઘણા ઘણા કારણો જવાબદાર હોય છે કોઈ વધારે ચિંતા કરવાના લીધે નથી પોતાની ઊંઘ પૂરી કરી શકતો તો કોઈ ખુશીના લીધે ઊંઘ પૂરી નથી કરી શકતો અને ઘણી વાર તો એવું પણ બને છે કે પતિ-પત્નીમાંથી એક જણ નસકોરાં બોલાવે, રાત્રે જાગી જાય કે ઊંઘમાં બોલ-બોલ કરે એને લીધે બીજાની ઊંઘ બગડે. આવું થાય ત્યારે અપૂરતી ઊંઘને કારણે હેલ્થ બગડે અને સ્ત્રી-પુરુષને સ્લીપ એપ્નીયાથી શ્વાસ 10થી 100 સેકન્ડ સુધી બંધ રહે છે અને ઉંધ દરમિયાન સમય લંબાતા વ્યકિત ઝબકીને જાગી જાય છે. ત્યારે આવી વ્યકિતને લાંબે ગાળે સારવારને અભાવે હાર્ટ ડિસીસ, ઉંઘમાં એટેક, અનિયમિત હાર્યબીટ અને મુડ ડિસઓર્ડર થઇ શકે છે. દેશમાં 25થી 40 વર્ષનાં લોકો જીવનશૈલીમાં ફેરફાર, ફાસ્ટ લાઇફ, જંકફૂડ, હાયપર ટેન્શન કારણભૂત છે.
એક અંદાજ પ્રમાણે 30થી 60 વર્ષનાં 24 ટકા પુરુષો અને તે એજગ્રુપની 9 ટકા મહિલાઓ ઓબ્સ્ટ્રક્ટીવ એપ્નીયા(ઓએસ)થી પીડાય છે. જેમાંથી 50 ટકા કન્જેક્ટીવ હાર્ટ ફેલ્યોરનાં દર્દીઓ, 77 ટકા ઓબેસીટી, 50 ટકા ડાયાબીટીસ અને 35 ટકા બ્લડપ્રેશરનાં દર્દી સ્લીપ ડિસઓર્ડથી પીડાય છે.
સ્લીપ ડિસઓર્ડથી પીડાય ત્યારે તેના દિવસનાં લક્ષણો કઈક આ પ્રકારે હોય છે સવારેમાથું દુખવું, દિવસે ઊંઘ આવવી, યાદશક્તિ ઘટવી, અચાનક ગુસ્સો આવવો, ડિપ્રેશન, હાઇબીપી, થાક, આળસ, મેદસ્વીતા અને ઇરેકટાઇલ ડિસફંકશન. અને રાત્રિનાં લક્ષણો કઈક આ પ્રકારે રાત્રેઝબકીને જાગી જવું, વધુ પડતાં નસકોરા બોલવા, તાજગીસભર ઉંઘનો અભાવ, રાત્રે વારંવાર પેશાબ કરવા જવું અને ફ્રેગમેન્ટેડ સ્લીપ જેવા હોય છે.