રાજ્યમાં આગામી 7 માર્ચથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. બોર્ડની પરીક્ષા અંગે પરીક્ષા બોર્ડ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરાઈ છે.રાજ્યના જુદા જુદા શહેરોમાં જિલ્લા અને તાલુકા સ્તરે યોજનારી બોર્ડની પરીક્ષા વિશે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
બોર્ડના પેપરો CCTVની સામે જ ખોલવામાં આવશે અનેપરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVની સીડીઓ મંગાવાશે. એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ પણ હશે અને બીજી બાજુ બોર્ડની પરીક્ષા પણ હોવાથી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કવાયત હાથ ધરાઈ છે.
ગેરરીતી અટકાવા માટે તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસની શાળાઓની નજીક આવેલી ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ અપાયો છે. પરીક્ષા દરમિયાન પ્રત્યેક ઝોનલ રૂમમાં પણ CCTV રાખવામાં આવશે. બોર્ડના પેપરો CCTVની સામે જ ખોલવામાં આવશે અનેપરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVની સીડીઓ મંગાવાશે.