‘હમ દો હમારે તીન’
વસતી વધારવા માટે યુગલોને આર્થિક સહાય આપવાનો જૈન સમુદાયનો નિર્ણય
ભારતની કુલ વસ્તીમાં જૈન સમુદાયની જનસંખ્યામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે જૈન સમાજને વસ્તીને લઈ અનેક પ્રકારની ચિંતા પણ દેખાઈ રહી છે ત્યારે સમાજ દ્વારા એટલે કે જૈન સમુદાય દ્વારા દંપતિઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ વધુ બાળકોને જન્મ આપે. સાથો-સાથ જે દંપતિ બે થી વધુ બાળકોને જન્મ આપશે જેને આર્થિક મદદ કરવાનો વિશ્ર્વાસ પણ સમુદાય દ્વારા દેખાડવામાં આવ્યો હતો ત્યારે કહી શકાય કે માઈનોરીટીમાં આવતા જૈન સમાજ વસ્તી વધારવાના પંથ પર આગળ વધી રહ્યા છે.
ગત અઠવાડિયામાં દિગમ્બર જૈન સમાજની સર્વોચ્ચ પીઠ દિગમ્બર જૈન મહાસમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આ બેઠકમાં નારા લગાવવામાં આવ્યા હતા કે ‘હમ દો, હમારે તીન’ ત્યારે આ નારાથી જૈન યુવાનોને વધુને વધુ બાળકો પેદા કરવાની માંગ કરી હતી. આ સમિતિ દ્વારા તે તમામ યુગલોને નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવવાનો પણ વિશ્વાસ દાખવ્યો હતો. એવી જ રીતે સમિતિ દ્વારા જૈન સમાજમાં જે તલાકના કેસો વધી રહ્યા છે તેને ઘટાડવા માટે તમામ દંપતિઓનું કાઉન્સીલીંગ કરવાની પણ વાત સામે આવી હતી.
૨૦૦૧ની જનસંખ્યાના આંકડા પર નજર કરવામાં આવે તો ૧૦૨ કરોડ ભારતીય લોકોમાં ૪૨ લાખ જૈન લોકો હતા જયારે તેના જ એક દસકા પછી ૨૦૧૧માં જનસંખ્યાનો નિર્ધાર કરવામાં આવ્યો ત્યારે જૈનોની સંખ્યા ૪૪ લાખ થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને ભારતની કુલ વસ્તી ૧૦૨ કરોડથી વધી ૧૨૦ કરોડ થઈ હતી ત્યારે ૨૦૦૧માં જૈન લોકોની જનસંખ્યામાં ૦.૦૩ ટકાની ઘટ જોવા મળી હતી.
જે વધી ૨૦૧૧માં ૦.૪૦ ટકા થઈ હતી ત્યારે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણને અનુ‚પ વાત કરવામાં આવે તો જૈનોની ઉત્પતિ દર ૧.૨ ટકા રહ્યો છે. જયારે હિંદુઓનો ૨.૧૩ ટકા અને મુસ્લમાનોના ૨.૬ ટકા રહેવા પામ્યો છે એટલે કહી શકાય કે જે રીતે જૈન સમાજની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે ત્યારે જૈન સમુદાય દ્વારા નવયુગલોને ‘હમ દો, હમારે તીન’નો નારો આપવામાં આવ્યો છે.