આગ લાગવાની સાથે હવા પ્રદુષણમાં પણ જોવા મળે વધારો: પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજયો અસરગ્રસ્ત
લણણી કરેલા ખેતરોમાં આગ લાગવાના કારણે હવા પ્રદુષણમાં અધધધ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રકારના નુકસાનથી ભારત દેશને પ્રતિવર્ષ ૨ લાખ કરોડની નુકસાની પણ વેઠવી પડે છે જેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના અનેકવિધ રાજયોનો સમાવેશ પણ થઈ રહ્યો છે.
ઈન્ટરનેશનલ ફુડ પોલીસી રિસર્ચ ઈન્સ્ટિટયુટ દ્વારા રજુ કરવામાં આવેલા રીપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં લણણી થયેલા ખેતરોમાં આગ લાગી રહી છે તેના કારણે હવા પ્રદુષણમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે અને શ્ર્વાસની બિમારીમાં પણ અનેકગણો વધારો નજરે પડે છે. સરકાર દ્વારા આ ગંભીર મુદાને કઈ રીતે નિવાડવું તે હાલ પ્રશ્નાંર્થ સ્વરૂપે પ્રસ્થાપિત થઈ ગયું છે. આ ઘટનાથી હવા પ્રદુષણમાં શ્વાસની તકલીફ પાંચ વર્ષથી નાના બાળકોને થતી જોવા મળે છે જે એક ગંભીર બાબત બની રહી છે.
ભારત દેશ માટે આ બાબતે અમેરિકાની રિસર્ચ ઈન્સ્ટિટયુટ દ્વારા અઢી લાખ લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો હતો. આ રીસર્ચમાં સહભાગી તરીકે સેમ્યુઅલ સ્કોટ, અવિનાશ કિશોર સાથોસાથ દેવેશ રોય, સુમન ચક્રવતી સહિતના તજજ્ઞોએ આ સર્વેમાં ભાગ લીધો હતો અને ૨ લાખ કરોડનું ભારણ જે ભારત દેશ ઉપર વધી રહ્યું છે તે મુખ્યત્વે ઉતર ભારતના રાજયોમાં જ સૌથી વધુ જોવા મળે છે.
તેમ પણ જણાવવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં આર્થિક નુકસાની લણણી કરેલા ખેતરો તથા ફટાકડાથી ખુબ જ પ્રભાવિત થયું છે જે ૧.૭ ટકા ભારતના જીડીપીને અસર કરતા જોવા મળ્યું હતું ત્યારે સરકાર દ્વારા પાકના ડિસ્પોઝલ અંગે નવી તકનીક તથા નવું રોકાણ કરવા માટે પણ સરકારે અપીલ કરી છે જો આ પગલું લેવામાં આવશે તો ભારત દેશ પર પ્રતિ વર્ષ જે ૨ લાખ કરોડની નુકસાની થઈ રહી છે તેના પર પૂર્ણવિરામ આવી જશે.