પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું.
અન્નાપૂર્ણા ધામમાં છાત્રાલય, લાયબ્રેરી, આર્ટ ગેલેરી સહિતના ભવનોની પણ શરૂઆત થઈ છે. આ સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ પણ શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. અન્નપૂર્ણા ધામ વિશ્વનું પ્રથન પંચતત્વ મંદિર હશે 50 કરોડના ખર્ચે અન્નપૂર્ણા ધામનું નિર્માણ થવાનું છે 600 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની વ્યવસ્થા થવાની છે ભોજનાલયઅને સ્પર્ધાત્મક પરીક્ષાનું તાલીમ કેન્દ્ર પણ બનવાનું છે અંધશ્રદ્ધાથી પર એવા અન્નપૂર્ણા મંદિરમાં દાનપેટી રાખવામાં નહી આવે અન્નપૂર્ણા મંદિરમાં શ્રીફળ પણ વધેરવાની મનાઈ હશે લેઉવા પટેલો 2 હજાર વર્ષ પહેલા અડાલજમાં આવ્યા હતા માં અન્નપૂર્ણાને સાથે લાવીને અડાલજ વાવમાં માં અન્નપૂર્ણાની સ્થાપના કરી હતી ઐતિહાસિક વારસાની સ્મૃતિરૂપે વિશ્વનું સૌથી પહેલું પંચતત્વ મંદિર બનશે માં અન્નપૂર્ણાના મંદિરમાં તમામ સમાજના લોકોને પ્રવેશ આપવામાં આવશે સ્વામિનારાયણ મંદિર અને અડાલજના ગ્રામજનોએ જમીન દાનમાં આપી છે.