ગુજરાતના ડેમોને રીપેરીંગ કરવા વર્લ્ડબેન્કે ફાળવેલી ૭૬૪ કરોડની ગ્રાન્ટ વાપરવામાં તંત્રની ઉદાસીનતા સામે પ્રશ્નાર્થ
વર્લ્ડ બેંક તાજેતરમાં ફાળવેલા જુના ડેમોના સમારકામ માટે કરોડો રૂપીયાના કામો શરૂ કરવા માટે હજુ તો આયોજન પણ શરૂ નથી થયું ગુજરાતમાં જોકે વર્લ્ડ બેંકની આ ગ્રાંટમાંથી એકમાત્ર ઉકાઈ ડેમની મરામત સુચવવામાં આવી છે. ત્યારે બુધવારે ગુજરાત હાઈકોર્ટે પોરબંદર જિલ્લા પ્રશાસને એશિયાના સૌથી મોટો ડેમક ગાય છે તેવા ઘેડના અમીરપૂર ડેમને ચોમાસાની રાહ જોયાવ ગર તાત્કાલીક રિપેર કરવા તાકીદ કરવામાં આવી છે.હાઈકોર્ટે પ્રશાસનને નિર્દેશ આપ્યો છે કે તંત્ર દ્વારા આ માટે તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે.
ભરતભાઈ પરમારે ધારાશાસ્ત્રી કૃણાલ પંડયાના માધ્યમથી કરેલી જાહેર હિતની અરજીનાં પગલે પોરબંદર જીલ્લા પ્રશાસન અને નર્મદા અને જળ સંશાધન, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગને નોટીસ આપીને એપ્રીલ ૯ સુધીમાં આખા અહેવાલ સાથે અદાલતને જવાબ ભરવા આદેશ કર્યો છે.
જાહેરહિતની અરજીમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે સ્થાનિક પ્રશાસન ડેમને દ્વારા ૧૯૮૪માં બનેલા ડેમની યોગ્ય જાણવણી થતી નથી ૧૯૭૮માં શરૂ થયેલુ ડેમનું કામ બાર વર્ષ પૂરૂ થયું હતુ આ જળાશયો ઉપયોગ ઘેડના ગામડાઓની સિંચાઈ માટે કરવામા આવતું હતુ.
અરજદારે આક્ષેપ કર્યો હતો કે આ ડેમની જાણવણી માટે જવાબદારો ઉદાસીનતા સેવે છે. ડેમના દરવાજાઓ બરોબર કામ કરતા નથી દિવાલોમાં તિરોડો પડી ગઈ છે. ત્યારે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન ગ્રામજનો પોતાની રીતે વ્યવસ્થામાં જોડાય જાય છે અને ડેમમાંથી નિકળતી કેનાલો પણ દુરસ્ત રાખવામાં આવતી નથી.અરજદારે એવી માંગણી કરી છે કે આ ડેમ કલ્પસર દ્વારા દેખરેખમાં રહેવું જોઈએ કોર્ટે આ હુકમનું પાલન કરવા તંત્રને તાકીદ કરવામાં આવી છે.
અત્રે ગજરાતમાં ૨૫ થી લઈ ૧૦૦ વર્ષ જુના અનેક જળાશયો હયાત છે. ઘેડના આ ડેમની જેમજ મોટાભાગના જળાશયો રામ ભરોસે જેવી સ્થિતિમાં કામમાં લેવાય છે ત્યારે માત્ર ઘેડનું એક ડેમ નહિ પરંતુ રાજયના તમામ નાના મોટા ડેમની મરામત માટે ઉદાસીન તંત્રને પાણી છાંટી ઢંઢોળવાની જરૂર છે.