૬૦થી વધુ વર્ષની ઉંમરના ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ ફિવર
જયોતિ સી.એન.સી. એટોમેશન લી. અને સિનિયર સિટીઝન ટેનિસ ક્રિકેટ એસોસીએશન દ્વારા અદભૂત આયોજન
જયોતી સી.એન.સી. એટોમેશન લી અને સિનિયર સીટીઝન ટેનિસ ક્રિકેટ એસોસીએશન દ્વારા ઓલ ઈન્ડીયા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવાર જાજરમાન આયોજન તા.૨૨,૨૩ તથા ૨૪ ફેબ્રુઆરી એમ ૩ દિવસીય આયોજન મેટોડા તથા ડ્રાઈવીંગ સિનેમા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. ૬૦ વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ યુવાન ખેલાડીઓ વચ્ચેનો કશ્મકશ ક્રિકેટ ફિવર મુકાબલો યોજાયો હતો.
રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી, ભૂજ (કચ્છ), ભાવનગર, સુરેન્દ્રનગર મધ્યપ્રદેશ વિગેરે વિવિધ રાજયમાંથી આવી સીનીયર સીટીઝનો પૂર્વ ક્રિકેટરો કાંડાનું કૌવત બતાવ્યું હતુ.
આ ટુર્નામેન્ટની પ્રથમ મેચો ૧૦ ઓવરની અને સેમી ફાઈનલ ફાઈનલ ૧૨ ઓવરની રહી હતી ટુર્નામેન્ટની વિજેતા ટીમને રૂ.૨૧૦૦૦, રનર્સ ટીમને રૂ.૧૧૦૦૦, તથા આકર્ષક ટ્રોફીઓ તેમજ મેન ઓફ સીરીઝને રૂ.૨૫૦૦ તથા બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ વિકેટકિપર, બેસ્ટ ફિલ્ડરને રૂ.૧૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ આકર્ષક ટ્રોફીઓ આપી, નવાજવામાં આવશે તેમજ ખેલાડીને ટ્રેક પેન્ટ તથા ટીશર્ટ, ક્રિકેટ કીટસ તથા આઉટ સ્ટેટની ટીમોને રૂ.૫૦૦૦ તથા ગુજરાત સ્ટેટની ટીમોને રૂ.૨૦૦૦ ટ્રાન્સપોર્ટેશન પેટે આપ્યા હતા.
જયોતિ સિ.એન.સી.ના ઓનર પરાક્રમસિંહે જણાવ્યું હતુ કે ક્રિકેટ એસોસીએશન ટુર્નામેન્ટ જેમાં યંગેસ એ મીત્રોએ ભાગ લીધેલ ૧૬ ટીમો કે જેમાં કોઈ એક જ વિજેતા રહેશે. ઉપરાંત મામાના કેવા મુજબ સ્પોન્સર માટે અમે જોડાયેલા છીએ જેમાં અમે ક્રિકેટ સિવાયની બધી ગેમ રમી છે. પણ ક્રિકેટ એ પહેલીવાર છે આ જે ઈન્ડોર સ્ટેડીયમમાં જે ક્રિકેટ રમો છો એના માટે આ બે દિવસના કાર્યક્રમ માટે હું બધાને ખૂબજ શુભેચ્છા પાઠવું છું અને સરસ રીતે ક્રિકેટ માણો એવી મારી શુભેચ્છા
યંંગસ્ટર્સ કરતા વરિષ્ઠોમાં ઉત્સાહ વધુ: મયુરસિંહ ઝાલા
ટુર્નામેન્ટનાં પ્રમુખ મયુરસિંહ ઝાલાએ કહ્યું હતુ કે સીનીયર સીટીઝન માટેનો યુનીટી અને ગેટ ટુ ગેધરની ભાવના સાથે અને બધા રાજયોનો સારો એવો સપોર્ટ મળશે તે એક સમયે ઓલ ઈન્ડીયામાં ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે જેના માટે સારો એવો સહકાર મળે એવી અપેક્ષા રાખું છું જેમાં સીનીયર સીટીઝનનો ઉત્સાહ કે જે યંગસ્ટર કરતા પણ ખૂબ વધારે છે જે એક સીખવા જેવી બાબત છે.
સિનિયર સિટીઝન ક્રિકેટ જેવા આયોજન સરાહનીય:વિરલ સિંહ નકુમ
વિરલ સિંહ નકુમે અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે તેઓ ભાવનગર વતી મયુરસિંહઝાલા દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમા ઉત્સાહ પૂર્વક રમવા આવ્યા તેઓ મૂળ રાજકોટના જ છે. પણ ભાવનગર તરીકે નામ આપ્યું છે. અને બધા લોકો આમાં ભાગ લે એ રીતે સંદેશો પાઠવ્યો છે. કહેવાય છે જહા ચાહ હૈ વહા રાહ હૈ, ઉમ્ર ભલે વટી
વિવિધ રાજયોના ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત ક્રિકેટ જંગ: કિરીટસિંહ રાણા
અબતક સાથેની વાતચીતમા કિરીટસિંહ રાણાએ કહ્યું હતુ કે રાજકોટમાં સીનીયર સીટીઝન ક્રિકેટ એસોસીએશનનું આયોજન સૌ પ્રથમવાર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ ઉપરાંત બધા જ રાજયોનો ટીમોને બોલાવામાંવી છે.
આ ટુર્નામેન્ટના સ્પોન્સર અને મહેમાનો અભિનંદનને પાત્ર છે. રાજય સરકારનાં મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને મુખ્યમંત્રીએ પણ આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ તે માટે શુભકામનાઓ પાઠવી છે. અને ખૂબજ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે શહેરમાં આ પ્રકરનાં આયોજનો થઈ રહ્યા છે.