માતા-પિતા મંદિરે દર્શન કરવા ગયેલા ત્યારે પાછળથી આચરેલા કૃત્યનો ભાંડો ફૂટયો
પોરબંદર તાબેના માધવપૂર ઘેડ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરીનું કામ કરી પેટીયુ રળતા ખેડૂત પરિવારની ૧૮ વર્ષની દિકરીને આશરે ત્રણેક માસ પહેલા પરીવાર માતાજીના મંદિરે દર્શને ગયેલ હોય ત્યારે ઘરનો પરિચીત જ વલી બાબુભાઈ જોખીયા માધવપૂર વાળો યુવતીની એકલતાનોલાભ લઈ પરાણે શરીર સંબંધ બાંધેલ ત્યારબાદ યુવતીને ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવવા કોઈ ડોકટરની સલાહ વગર જાતે જ કોઈ દવા આપતા યુવતીને અધુરો ગર્ભ પેટમાં રહી જતા યુવતીની તબીયત ગંભીર રીતે લથડી હતી.
પરિવાર પ્રથમ પોરબંદર અને બાદમાં જૂનાગઢ સારવારમાં ખસેડવી પડેલ જૂનાગઢ સીવીલ હોસ્પિટલના ફરજ પરનાં ડોકટરએ પરિવારનું ધ્યાન દોરતા પરિવાર પર આભ ફાટયું હતુ ધાક ધમકીઓથી ડરી યુવતી દુષ્કૃત્ય આચરનારનું નામ પ્રથમ છુપાવતી હતી બાદમાં આશ્વાન આપતા યુવતીએ પોરબંદર જીલ્લા પોલીસ વડા રેન્જ આઈ.જી. તેમજ માધવપુર પીએસઆઈને લેખીત ફરિયાદ રવાના કરી હતી.
આ અંગે ફરિયાદી પાસેથી મળેલ વિશેષ અહેવાલ માધવપૂર ઘેડ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરીનો કામ ધંધશે કરતા ખેડૂતની દીકરીને આશરે ત્રણેક માસ પહેલા પરિવાર બળેજ ગામે માતાજીના દર્શન કરવા ગયેલ ત્યારે પરિવારનો પરિચીત અને માધુપુર ગામનોજ ખાણનો ધંધશે કરતો વલીબાબુભાઈ જોખીયા યુવતીની એકલતાનો લાભ લઈ યુવતી સાથે બળજબરી કરેલ
તદ ઉપરાંત આ ઘટના વિશે કોઈને કહીશ તો તારા આખા પરિવારને મારી નાખીસ યુવતીએ ઘટના અંગે પરિવાર ને ન જણાવતા ગણતરીના દિવસો પહેલા પેટમાં દુખાવો ઉપડતા પ્રથમ માધવપુર અને બાદમાં પોરબંદર સારવાર લેવા ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડેલ જૂનાગઢ ફરજ પરનાં ડોકટરે સઘળી હકિકતથી પરિવારને વાકેફ કરતા પરિવાર પર જાણે આભ ફાટયું હતુ.
બાદમાં પોલીસપણ કોઈ પણ લેડીસ પોલીસ સાથે લાવ્યા વગર માતા પૂત્રીના નિવેદનો લઈ રવાના થઈ ગયેલ ગભરાયેલા માતા પૂત્રીએ ધાક ધમકીથી ડરીઅને કાંઈ આગળ ન કરવાની વિગત પોલીસને આપી હતી પરંતુ પરિવાર તરપથી યુવતીના પિતા તેમજ અન્ય સંબંધીઓનીહિંમત મળતા જૂનાગઢ રેન્જ આઈ.જી. પોરબંદર પોલીસ વડા તેમજ માધવપૂર પોલીસ સ્ટેશને પોતાની લેખીત ફરિયાદ રવાના કરી હતી ઘટનાને લઈને નાના ગ્રામ્ય વિસ્તારમાં ખળભલાટ સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.