30મી જાન્યુઆરીના રોજ PM મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાપર્ણ અને પહેલી ઇન્ટરનેશનલ ફલાઇટને લીલીઝંડી આપશે. વડાપ્રધાન મોદીના હસ્તે સુરતના રિંગરોડ ખાતે આવેલી વિનસ હોસ્પિટલને પણ ખુલ્લી મુકવામાં આવશે.પહેલા આ હોસ્પિટલ સુરતના રામપુરા વિસ્તારમાં હતી, 112 વર્ષ જુની અશાકતાશ્રમની આ હોસ્પિટલ છે. જે હવે રસિલાબેન સેંવતીલાલ શાહ વિનસ હોસ્પિટલના નામથી રિંગરોડ ખાતે ખુલ્લી મુકવામાં આવશે.
201 બેડ ધરાવતી મલ્ટી સુપર સ્પેશ્યલીટી ધરાવતી આ હોસ્પિટલમાં અત્યંત આધુનિક સાધનો સાથે શરૂ કરવામાં આવી રહી છે. વિનસ હોસ્પિટલ એક ટ્રસ્ટની હોસ્પિટલ છે, જેમાં ગરીબો માટે હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના, અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આ લાભ હેઠળ છેલ્લા એક મહીનામાં 25 જેટલા દર્દીઓએ લાભ લીધો છે,જેમાં દર્દીઓએ એન્જોગ્રાફી, એન્જોપ્લાસ્ટી અને મગજની સર્જરી પણ થઈ છે.