વ્યવસાયીઓ મુખ્ય આવકવેરા કમિશનરને રૂબરૂ મળી શકશે: કરદાતાઓની ફરિયાદોનું થશે નિવારણ
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, નવી દિલ્હીના દિશાનિર્દેશો અનુસાર મુખ્ય આયકર આયુકત, રાજકોટ દ્વારા ગુરુવાર તારીખ ૧૦/૧/૨૦૧૯ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ સુધી રાજકોટના કરદાતાઓ, તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ માટે એક ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપન હાઉસ દરમ્યાન કરદાતાઓ તરફથી પ્રાપ્ત થતી ફરિયાદોનું આયકર વિભાગ દ્વારા ત્વરિત નિવારણ કરવામાં આવે છે.
જેના પરીણામે ઈ-નિવારણ પોર્ટલ અને CPGRAM પોર્ટલ પર પ્રાપ્ત થતી ફરિયાદોની સંખ્યામાં ઘરખમ ઘટાડો થયો છે. રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને નાગરિકો દ્વારા આપવામાં આવતા સુચનો પર પુરતુ ધ્યાન આપવામાં આવશે અને જયાં જ‚ર હોય ત્યાં પગલા ભરવામાં આવશે.
રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ તથા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારની પૂર્વ એપોઈન્ટમેન્ટ વગર મુખ્ય આવકવેરા કમિશનર અજય દાસ મેહરોત્રાને ગુરુવાર, તારીખ ૧૦/૧/૨૦૧૯એ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ સુધી છઠ્ઠા માળે, આયકર ભવન, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ સ્થિત આવકવેરા કચેરીમાં તેમના કક્ષમાં મળવાની તકનો અવશ્ય લાભ લે.