૧૦૦ થી વધુ નર્સીગ સ્ટાફને માર્ગદર્શન અપાયું: તબીબી અધિક્ષક મનીષ મહેતા અને ડીન ગૌસ્વામી ઉ૫સ્થિત રહ્યા હતા
૧રમી મે ૨૦૧૭ ને આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે તરીકે આખા વિશ્ર્વમાં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.આધુનિક નર્સીગ વ્યવસાયના પ્રણેતા તરીકે ફલોરેન્સ નાઇટીંગેલનો આજ રોજ જન્મદિવસ છે. ઇટાલીના ફલોરેન્સ નામના શહેરમાં ઇ.સ.૧૮૨૦માં જન્મેલા ફલોરેન્સ હોસ્પિટલ એડમીનીસ્ટ્રેસનના પણ પ્રણેતા ગણાય છે. તેમણે લખેલી બુક નોટ ઓન નસીંગ હોસ્૫િટલ એડમીનીસ્ટ્રેસનનું પ્રથમ પુસ્તકગણી શકાય. ક્રિમીયન વોર વખતે મુઠીભર નર્સીસોને લઇને તેને નોંધ પાત્ર કામગીરી કરી. યુઘ્ધ મેદાનમાં તેણી હાથમાં દિવો લઇને ઘાયલ સૈનીકોની સેવા કરતા આથી તેણી લેડી વીથ ધ લૈમપ તરીકે ઓળખાયા
આજે સમાજમાં બહેનોને સ્વમાનભેર રોજગારી આપતા આ વ્યવસાયમાં અનંત તકો રહેલી છે. એ.એન.એમ. થી પ્રાથમીક રીતેશરુ થતા આ વ્યવસાયમાં હાલ પી.એચ.ડી. સુધીની તકો છે. આ વ્યવસાયમાં રોજગારી સાથે દર્દીનારાયણની સેવાની પણ તક આપે છે.
આધુનિક સમયમાં નવા નવા રોગો, નવી સારવાર, સારવારમાં આધુનિક યંત્રોનો સમાવેશ, કી હોલ સર્જરી, લેસર તથા ટેલીમેડીસીન ના લીધે નર્સીગની ભુમિકા પડકારજનક બની રહી છે સતત દર્દીઓ તથા દર્દીઓના થાકેલા પરીવારજનો સાથે રહીને નસીંૅગના વ્યવહારમાં શુષ્કતા ન આવે તો જ આશ્ર્ચર્ય ગણા.
પડકારરુપ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં સતત ઉભા રહીને બદલાતી સર્જીકલ ટીમના સર્જનો બદલાય છે. પરંતુ સીસ્ટર થાકયા વગર ફરજ બજાવે છે. કમરતોડ કાર્યભાર ઉપરાંત સામાજીક જવાબદારીઓ સુપેરે નિભાવતી નર્સીગ બહેનોને વ્યવસાય અને પરીવાર વચ્ચેનું બેલેન્સ જાળવવું અધરુ હોય છે.
સરકારના આરોગ્ય વિષયક કાર્યક્રમોના કેન્દ્ર સ્થાને નર્સ રહેલી હોય છે. ટાંચા તબીબી કર્મચારીઓ વચ્ચે લોકોના આરોગ્યનું સુપેર ઘ્યાન રાખતા કર્મચારી ગણમાં નર્સ મુખ્ય છે. આથી ભારત સરકારે તબીબીની ઘટના વિકલ્પ સ્વ‚પે ગે્રજયુએટ નર્સને વિશિષ્ટ પ્રકારની તાલીમ આપી મુકત તબીબી પ્રેકટીસની છુટ આપી છે. અને તેની શરુઆત સ્વરુપે નર્સ પ્રેકટીસનર ઇન મીડવાઇફરી ના કોર્ષ દ્વારા ગ્રામ્ય લેવલની સુવાવડ વિષયક સેવાઓમાં નોધપાત્ર પ્રગતિ થઇ છે. જો માતા મૃત્ય અને નવજાત શિશુમૃત્યુ દર ઘટાડવો હોય તો તેનો એક માત્ર આધાર નર્સીગ સેવાઓ જ છે.
ભારત સરકારે વોર્ડની સેવાઓ આપતી નસીંગને નર્સીગ ઓફીસરનો હોદો પ્રદાન કરીને સ્તૃત્યપગલુ ભરેલ છે.આજના આ આગદા દિને પી.ડી.યુ. મેડીકલ કોલેજ હોસ્૫િટલમાં નર્સીગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.કાર્યક્રમ અંતગત શહેરની મોટી સરકારી તેમજ ખાનગી હોસ્૫િટલના નર્સીગો સાથે મળીને ઉજવણી કરાઇ છે.
આ કાર્યક્રમના સંસ્થાના ડીન ગૌસ્વામી, સીવીલ સર્જન ડો. મનીષ મહેતા, સામાજીક કાર્યકર હીમાશુભાઇ માંકડ (હોસ્૫િટલ સેવા મંડળ) નસિંગ સુપ્રિડેન્ટેડ હિતેન્દ્ર જાખરીયા તેમજ બ્રહ્મકુમારી અંજુદીદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ૧૦૦ જેટલી નસીંગ મહીલાઓને માર્ગદશનર્ પુરુ પાડયું હતું.