‘મોદી ફેસ્ટ’ની ઉજવણી અંતર્ગત મોદી દ્વારા પત્રો, એસ.એમ.એસ અને જાહેર સભાઓના કાર્યક્રમોની હારમાળા
મોદી સરકારની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે થવા જઈ રહી છે. જે અંતર્ગત મોદી સરકાર દ્વારા લોકોને જોડતા પાંચ કાર્યક્રમો આગામી ૨૦ દિવસોમાં યોજાનાર છે. જેમાં ગૌહાટી અને આસામના કાર્યક્રમોનો પણ સમાવેશ છે.
આ જાહેર કાર્યક્રમને આગળ ધપાવવા પ્રધાનમંત્રી દ્વારા દરેકને સંબોધીને પત્ર લખવામાં આવશે. આ પત્રની ૨ કરોડ કોપીઓ છપાવવા જઈ રહી છે. જેને ૨૦ મી મે થી રવાના કરવાની શ‚આત થશે. જે આગામી ૨૬મી સુધીમાં જે-તે વ્યકિતને પ્રાપ્ત થઈ જશે. આ પત્રમાં અલગ અલગ લાભકારી આ પત્રમાં અલગ-અલગ લાભકારી યોજનાઓ વિશે લોકોને જાણ કરાશે.
આ ઉપરાત ૧૦ કરોડ એસએમએસ દેશભરના લોકોને મોકલવામાં આવનાર છે. આ ઉપરાંત જાહેરસભાઓ માટે ૯૦૦ સ્થળોની દેશભરમાંથી પસંદગી કરાઈ છે કે જયાં મોદી લોકોને સંબોધશે. આ ઉજવણીને મોદીજીની ઉજવણીનું ટાઈટલ અપાશે. જેના દ્વારા ભાજપને મોદી બ્રાન્ડનો સીધો લાભ મળે. ભાજપના સીએમ તેમજ ડેપ્યુટી સીએમ આ મોદીની ઉજવણીમાં ખાસ ભાગ લેશે. આ ઉજવણીનું આયોજન જે-તે રાજયની સરકારો દ્વારા જ પ્રારંભ કરવામાં આવશે. જેમાં સરકારની નીતિઓ અને પૂર્ણ થયેલ કાર્યોની જાણ કરાશે. જે માટે ટોપીઓ, ચોપાનિયાઓ વગેરે દ્વારા યોજનાઓની જાણ કરાશે. આ અંગેની જાણ આગામી ૨૭ અને ૨૮મે એ પાર્ટીના સીનિયર મંત્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને દિલ્હી ખાતે મીડિયામાં કરાશે.