ઓવરલોડ ડમ્પર ચાલકો વિરુઘ્ધ લોકોની ફરિયાદ: લીંબડી પોલીસ દ્વારા ‘ડમ્પર ડ્રાઈવ’ ચાલુ રાખી કાર્યવાહી હાથ ધરાશે
લીંબડી રાજકોટ હાઈવે પર ચાલતા ડમ્પરમાં રેતી, કપચી, માટી ઓવરલોડ ભરી ઉપર તાલપતરી પણ નહી ઢાકી, નંબર પ્લેટ વિના બેફામ ટ્રક ચલાવતા હોય, રોડ પર રેતી, કપચી અને માટી વેરીને વાહન ચાલકોને હેરાનગતિ કરાતા હોવાની ડમ્પર ચાલકો વિરુઘ્ધ ફરિયાદ ઉઠી છે. જે અનુલક્ષીને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપકકુમાર જીલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીની સુચનાથી ડી.વાય.એસ.પી. લીંબડી પોલીસ ‘ડમ્પર ડ્રાઈવ’નું આયોજન કર્યું છે. જેમાં આશરે ૩૦ જેટલા ડમ્પર ચાલકો વિરુઘ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
હાઈવે પર રાખવામાં આવેલા ડમ્પર ડ્રાઈવના ભાગ‚પે ઓવરલોડ ભરાતા ડમ્પર, ડ્રાઈવીંગ લાઈસન્સ વગરના ડ્રાઈવર, નંબર પ્લેટ વગરના ડમ્પર વિરુઘ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં હવે ડમ્પર ચાલકો તથા માલિકો દ્વારા ફરજીયાતપણે ડમ્પરમાં માલ-સામાન પર તાલપતરી ઢાંકવી પડશે. જેને કારણે હાઈ-વે રોડ પર કપચી, રેતી, માટી હોવાની ફરિયાદ બંધ થશે. લોકોને પડતી મુશ્કેલીમાં પણ ઘટાડો થશે.
લીંબડી ડીવીઝન પોલીસ દ્વારા આગામી સમયમાં ‘ડમ્પર ડ્રાઈવ’ ચાલુ રાખી ડ્રાઈવીંગ લાયસન્સ સાથે રાખવાની, નંબર પ્લેટ વ્યવસ્થિત રાખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. તેવું પોલીસની યાદીમાં જણાવામાં આવેલ હતું