બે ભાઈ સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો: પોરબંદરના રમેશ રબારીએ દારૂ મંગાવ્યાનું ખુલ્યું
જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીટ પરી ચૂંટાઈને આવેલા અને હાલ મૂળ ગામ વાંસજાળિયામાં રહેતા ભાજપ્ના જેઠા લાખા મોરી અને તેના ભાઈ કાના લાખા મોરી દ્વારા દારૂનો જંગી જથ્ો મંગાવ્યો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી.બી.ગોહિલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાંી દારૂની ૫૪૨૯ બોટલ, દારૂના ચપટા ૬૦૯૬ નંગ, ૩૬૧૬ નંગ બીયરના ટીન મળી આવ્યા હતા. આી પોલીસે જેઠા લાખા મોરી, કાના લાખા મોરી, રમેશ બધા રબારી, વિજય રબારી, કિશોર ભારા ગઢવી, પરેશ છગનભાઈ પટેલ સહિતનાઑ સામે ગુનો નોધી તમામને ફરારી જાહેર કરી આગળની કાર્યવાહી હા ધરી હતી.
જિલ્લા પંચાયતના સભ્યના ડેલામાંી વિદેશી દારૂનો જંગી જથ્ો મળી આવતા જિલ્લા પંચાયત વર્તુળો સહિત શહેરમાં ભારે ચકચાર જાગી છે. જામજોધપુર પોલીસે ત્રાટકીને દારૂ-બિયરનો જંગી જથ્ો ઝડપી લઇ જિ. પં.ના સદસ્ય સામે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.શખ્સો પૈકીના રમેશ બધા રબારી નામના શખ્સનું દારૂના જથ્ામાં પોરબંદરમાં નામ ખુલવા પામ્યું હતું. ત્યારે મુદામાલ દમણી મંગાવ્યો હોવાનું તેમજ આગામી સમયમાં પોરબંદરના દારૂના કેસમાં તમામ શખ્સોના નામ ખૂલે તેવી શક્યતાઑ સેવાઇ રહી છે.