જામનગર, જેતપુર, વિરપુર,ગોંડલ, મોરબી, બોટાદ અનેધ્રોલમાં ૧૨ સ્થળે ચોરી કર્યાની કબુલાત: અમરેલી એલસીબીને મળી સફળતા: અમરેલી એલસીબીને મળી સફળતા
અમરેલી, જામનગર, રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ૧૧ જેટલી ચોરીઓને અંજામ આપનારા કુખ્યાત શખ્સને અમરેલી એલસીબીની ટીમે ઝડપી લીધો છે. પકડાયેલા આરોપી પાસેથી મુદામાલ રીકવર કરવામાટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ અમરેલીના કમીગઢ ગામે રહેતા ઘનશ્યામભાઈ સોરઠીયાના મકાન માંથીતા.૮/૧૨ના રોજ રૂ.૩૦ હજારનામુદામાલની ચોરી થઈ હતી. જેની તપાસ દરમિયાન અમરેલી એલસીબીની ટીમદ્વારા મુકેશ હીરૂ ભુરીયા (રહે.મુળ મધ્યપ્રદેશ,હાલ થાવરીયા, જામનગર)ની ધરપકડકરી હતી. આરોપી પાસેથી કમી ગઢ ગામે કરેલી ચોરીનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો.
પોલીસે મુકેશની આકરી પુછપરછ કરાતા તેણે અમરેલી જિલ્લો જ નહીંપણ પુરા સૌરાષ્ટ્રમાં જુદા-જુદા જિલ્લાઓમાં કુલ ૧૧ ચોરીઓની કબુલાતઆપી છે. જેમાં આરોપીએ આજથી ત્રણ માસ પહેલા જામનગરના ખાવડી ગામે રૂ.૨૫ હજારની ઘરફોડી અને દુકાનમાં ચોરીનો પ્રયાસ, જેતપુરમાં બે માસ પહેલા ૩ મકાનમાંથી રૂ.૨૬ હજારની મતાની ચોરી અને આ જ રીતે વિરપુર પાસે ચરખડી ગામે, કાલાવડથી આગળ ધોતાર પુર ગામે, મોરબીહાઈવે પર બે દુકાન, ધ્રોલમાં બે દુકાન, બોટાદમાં દુકાન, દેરડી જેતપુર રોડ પર ગામમાં ઘરફોડી કર્યાની કબુલાત આપી હતી. આમ સૌરાષ્ટ્રની જુદી જુદી ૧૧ ચોરીઓનો ભેદ ઉકેલાયોછે.