ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરવા સરકારની પહેલ: પેટ્રોલ-ડિઝલ વાહનોનીખરીદનારાઓએ રૂ.૧૨૦૦૦ સુધીની ફી ચૂકવવી પડી શકે છે
ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી ડિઝલ અને પેટ્રોલથી ચાલતી કારથી થતું પ્રદુષણ ઘટાડવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નવી કારખરીદનારાઓએ પણ ઈલેકટ્રીક વ્હીકલની સહાય ચૂકવવી પડશે.
જેથી ઈ-વાહનો અને બેટરી મેન્યુફેકચરોને નવી પોલીસી અંતર્ગત વધુ ફંડ મળી રહેશે. માટે હવે પેટ્રોલ-ડિઝલથી ચાલતા નવાવાહનો ખરીદનારાઓએ રૂ.૧૨૦૦૦ ચૂકવવા પડી શકે છે. આ ફંડ ઈલેકટ્રીક વાહનોના પ્રોત્સાહનો માટે ઉપયોગમાં લઈ શકાય છે. એનઆઈટીઆઈ નીતિ આયોગ દ્વારા હાઈ કમીટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, પહેલાવર્ષમાં ઈલેકટ્રીક ટુ-વ્હીલર અને તેમજ કાર ખરીદનારાઓને ૨૫૦૦૦થી લઈ ૫૦૦૦૦ સુધીની સબસીડી આપવામાં આવશે. જો કે, તેની ખાતરી લેવામાં આવશે કે, આ ફંડનો લાભ ઓટોમેકરોના ખિસ્સામાં ન પડે.
અધિકારીઓના જણાવ્યા મુજબ સબસીડીની રકમથી ઈ-વ્હીકલ ખરીદનારાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે, કિલોમીટરો દીઠ સબસીડી આપવા રાજયોની એજન્સીઓને કહેવામાં આવ્યું છે. આ પૂર્વે વડાપ્રધાન મોદીએ ડ્રાફટમાં કહ્યું હતું કે, બેટરીથી ચાલતા વાહનો ઓછી કિંમત અને પ્રદૂષણ ફેલાવે છે. માટે ઓટો મેકરોને ઈ-વાહનના નિર્માણ માટે પ્રોત્સાહન મળવુંજોઈએ.
ઉલ્લેખનીય છે કે, સરકાર તેના માટે ૭૩૨ કરોડનું બજેટ ફાળવે તેવી શકયતાઓ છે.આ વર્ષમાં પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો આવ્યો છે. જેમાં વાતાવરણની અસરની સાથે સાથે વાહનો દ્વારા થતાં પ્રદૂષણમાં પણ વૃત્તિ જોવા મળી છે જેને કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. પાવર ઈલેકટ્રોનિકસ અને બેટરી ડેવલોપમેન્ટ સહિતના ટેકનોલોજી માટે સરકાર રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરશે. જેમાં ૪૦ ટકા સ્થાનિક મેન્યુફેકચરોને લાભ આપવામાં આવશે. સરકારે ઈમ્પોર્ટ ડયૂટીમાં પણ ૨૫ થી ૧૦૦ ટકાના સેગ્મેન્ટમાં ઓટો ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.સરકારનો લક્ષ્ય છે કે, એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ઈ-બસ, ઈ-કાર સહિતના ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના ઉત્પાદનમાં ૬૦ ટકાનો વધારો કરવામાં આવે.