ખંભાળીયા કોર્ટનો મહત્વનો ચુકાદો
ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી તથા કજુરડા તથા નાનામાંઢા ગામની બાજુમાં આવેલ એસ્સાર પાવર લીમીટેડ ૧૨૦૦ મેગા વોટની કંપની દ્વારકા નાના માંઢા ગામે બીનઅધિકૃત કોલસાનો સ્ટોક યાર્ડ બનાવી લોડીંગ તથા અનલોડીંગ કામગીરી કરી કજુરડા તથા સોઢા તરઘડી તથા નાના માંઢા ગામનાં ખેડૂતોના ઉભા પાકને તથા હવા, પાણીમાં કોલસી દ્વારા પ્રદુષણ ફેલાવતા હોય અને પીવાના પાણી તથા ખેતીની જમીનો તથા ખેતીના ઉભા પાકો કુવા બોરના પાણી તેમજ ગૌચરની જમીનોને નુકશાન થતું હોય અને સ્કૂલના બાળકો તથા લોકોના આરોગ્યને નુકશાન થતું હોય.
અને જે અંગેના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી રીપોર્ટ કરેલ જેથી સબ ડીવી. મેજી.ની કચેરીમાં અલગ અલગ નવ જેટલા અરજદારોએ સી.આર.પી.સી. કલમ ૧૩૩ મુજબ પ્રદુષણ અટકાવવા અંગેની અલગ અલગ ફરિયાદ કરેલ જે તમામ કેશોમાં સબ-ડીવી-મેજી.એ કોમન ઓર્ડર કરી એસ્સાર પાવર લીમીટેડને એવું ડાયરેકશન આપેલ કે, “એસ્સાર પાવર કંપનીએ પ્રદુષણ ન ફેલાવવા તથા પ્રદુષણોના નિયમોનું પાલન કરવાની સુચના આપેલ અને પ્રદુષણ કાયમી ધોરણે બંધ કરવા માટે કંપનીને તા.૨૬-૬-૧૩ના રોજ આદેશ આપેલ.
જે હુકમથી નારાજ થઈ એસ્સાર પાવર લીમીટેડ કંપનીએ ખંભાલીયા સેસન્સ અદાલતમાં રીવીઝન અરજી નાં. ૬૦/૧૩ થી ૬૭/૧૩,ની રીવીઝન અરજી રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા તથા અન્ય આસામીઓ સામે રીવીઝન દાખલ કરેલી. જેમાં ખંભાળીયાના એડી. સેસન્સ જજ શેખ સાહેબે બંને પક્ષે દલીલો સાંભળી ખંભાળીયા સબ ડીવીઝન મેજી.નો હુકમ કાયમ રાખી એસ્સાર પાવર લીમીટેડ કંપનીની તમામ રીવીઝન રદ્દ કરેલ છે. રીવીઝન અરજીમાં રાજેન્દ્રસિંહ મનુભા વિગેરે તરફે જીતેન્દ્ર કે.હીન્ડોચા તથા એચ.કે.અશાવલા એડવોકેટસ રોકાયા હતા.