સામાન્ય રીતે આપણે ફાધર્સ ડે, મધર્સ ડે , ટીચર્સ ડે ઊજવતાં હોય જ છીએ પરંતુ ચિલ્ડ્રનસ ડે માટે કોઈ એવો ખાસ પ્લાન કરતાં હોતા નથી તો ચાલો આજે અમે તમને કેટલાક એવા આઇડિયાસ કહી જે તમે આ ચિલ્ડ્રન ડે પર કરી તમારા બાળકને કરી શકો છો ખુશ.
૧) ફેસ પેઈન્ટિંગ / ટેટૂ :
બાળકોને ટેટૂ , ફેસ પેઈન્ટિંગ ખૂબ જ ગમે છે તેઓ તેના પ્રત્યે જલ્દીથી આકર્ષાય છે અને તેનો આનંદ પણ ખૂબ જ સારી રીતે માણે છે
૨) માસ્ક પાર્ટી :
બાળકો સુપરમેન ,સ્પાઇડરમેન વગેરે ખૂબ જ ગમતા હોય છે. તો તમે તેના માસ્ક અથવા કેપ બનાવી તેમને પાર્ટી આપી શકો છો.
૩) કિડ્સ મૂવી :
બાળકોને રમત ગમત તેમજ પ્રવૃતિ માટે મૂવીએ બેસ્ટ વિકલ્પ છે તમે મૂવીની ગોઠવણ કરી શકો છો અને તેમને ઉંમર પ્રમાણે તેમને કિડ્સ મૂવી બતાવી શકો છો.
૪) પપેટ શો :
તમે બાળકોને પપેટ શો બતાવી શકો છો જે બાળકમાં એક અનેરો આનદ લાવશે.
૫) મેજિક શો :
તમે તેને મેજિક શો બતાવી શકો છો અથવા યુ ટ્યુબની મદદથી તમે જાતે પણ શીખી તેને મેજીક શો બતાવી શકો છો.