બરડાડુંગરમાં પણ સાવજને ભરખનારો વાયરસ હોવાની સંભાવના !
છેલ્લા કેટલાક દિવસ ૨૪ જેટલા સાવજોના અકાળે મોત થતા સિંહોનું ઘર જ બદલી નાખવાની વિચારણા ચાલી રહી છે. રાજય સરકાર દ્વારા આ બાબતે સઘન પગલા લેવાઈ રહ્યા છે. આ એશિયાટીક સિંહોને ગીર અભ્યારણથી ખસેડી પોરબંદર જિલ્લામાં આવેલા બરડા ડુંગરમાં સ્થળાંતર કરાવવાની તૈયારી થઈ રહી છે. જોકે વિશ્ર્વના અગ્રણી સિંહ સંરક્ષણ નિષ્ણાંત ડો.ક્રેગ પેકરે ચેતવણી આપી છેકે બરડા ડુંગર પર પણ કેનાઈન ડિસ્ટેમ્પર વાયરલ (સીડીવી)ની સક્રિયતા હોઈ શકે છે.
વધુમાં પેકરે જણાવ્યું કે, ૧૯૯૪માં સરેનગતિ અને નિગોરોગોરો ક્રેટર (૨૦૦૧) સીડીવી વાયરસ તાન્ઝાનિયા સિહોમાં જોવા મળ્યો હતો. મહત્વનું છે કે નીગોરોન્ગોરો ક્રેટર સેનેટરી સ્ટડી વિસ્તારથી ૭૫ કિમી દુર હતું તેમ છતાં વાયરસ ત્યાં સુધી પહોંચી ગયો હતો. ડો.પીકર તે ટીમનો જ એક ભાગ હતા. ૧૯૯૪માં સેરેન્ગ્રતી અભ્યારણ અને નિગોરોન્ગોરો ક્રેટર ૨૦૦૧માં તાન્ઝાનીયામાં જે હાઈલેવલના બેબીસીયા વાયરસ મળી આવ્યા હતા. તેમાં ચેપ ઘણા બધા સિંહોને લાગ્યો હતો અને તેમના કેટલાક મોતને ભેટયા હતા અને તદન આ પ્રકારે ગીરના સિંહો પણ વાયરસના ચેપથી ટપોટપ મોતને ભેટી રહ્યા છે.
જૈવિક વિજ્ઞાનના જર્નલને આપેલી એક માહિતીમાં ડો.પેકરે જણાવ્યું કે, જયારે સેરેગેટિ અને નાગોરોન્ગોરો ક્રેટરમાં સીડીવી બેબેસીયા વકર્યો હતો ત્યારે ત્યાં વરસાદને કારણે વાયરસ જમીનમાં ઘાસમાં ભળી ગયો અને જયારે દુધાળા પશુઓ ગાય, ભેંસ કે અન્ય પશુઓ દ્વારા તે ઘાસ ખાવામાં આવ્યું ત્યારે તેમનામાં આ ચેપ આવી ગયો અને ત્યારબાદ આ ગાય ભેંસનું મારણ જયારે સિંહે કર્યું ત્યારે તે ચેપ સિંહને લાગી ગયો જેના કારણે સિંહના પણ મોત થવા લાગ્યા. વધુમાં તેમણે જણાવ્યું કે સીડીવીના ચેપને કારણે ૧૯૯૪ થી ૨૦૦૧ દરમિયાન આફ્રિકામાં ૧૦૦૦ સિંહોના મોત થયા હતા.
પેકસે ગીરના સિંહોની જાળવણીને ધ્યાનમાં રાખી ચેતવણી આપી છે કે આ વાયરસ ગીર અભ્યારણની સાથે સાથે તેની નજીકના અભ્યારણમાં પણ ફેલાયેલો હોય શકે છે અને સાવચેતીના પગલા‚પે સિંહોને બચાવવા પણ જરૂરી છે.