મોતના તાંડવ બાદ નિષ્ણાંતોની ટીમ બોલાવાઈ, સાવચેતી માટે અમેરિકાથી દવાઓ મંગાવાઈ
ગીરના પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેકશન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠયા
સાસણ ગીરમાં એશિયન સિંહનો મોતનો આંકડો ૨૧ એ પહોચ્યો છે. જેમાંથી ૧૪ સિંહનાતો વાયરસે ભોગ લીધા હોવાનું રીપોર્ટમાં બહાર આવ્યું છે. હાલ અમેરિકાથી સિંહો માટે વેકસીન પણ મંગાવવામાં આવ્યા છે. ઉપરાંત સિંહોના મોતના તાંડવ બાદ તંત્રએ હરકતમાં આવીને નિષ્ણાંતની ટીમને બોલાવી છે. ગિરના પૂર્વ વન વિસ્તારમાં સિંહને પ્રોટોજોઆ નામનો વાયરસ જોવા મળતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા છે.
વન વિભાગે કરેલી જાહેરાત મુજબ ૧૨ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટે. સુધીમાં સાસણગીરમાં ૧૧ સિંહોના મોત નિપજયા છે. જયારે ૨૦ સપ્ટે,થી ૩૦ સપ્ટે સુધીમાં૧૦ સિંહોના મોત થયા છે. આમ કુલ સિંહોના મોતનો આંકડો ૨૧ એ પહોચ્યો છે.
સરસીયા નજીક આવેલા સેમળડી વિસ્તારના સિંહોને રેસ્કયુ કરીને જામવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે. સિંહના આકસ્મીત મોત પછી ૨૪ સપ્ટે.થી ૫૫૦ કર્મીઓની એક ૧૪૦ જેટલી ટીમ ૬૦૦ સિંહોના નિરીક્ષણ માટે તૈનાત કરાઈ છે. જેમાં ૯ સિંહ જોવા મળ્યા છે. જયારે ૫ સિંહને રેસ્કયુ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ગીરમાં કુલ ૨૧ સિંહોના મૃત્યુ થયા છે..જેમાંથી ૧૪સિંહનો ભોગ વાયરસે લીધો હોવાનું બહાર આવ્યું છે. હાલ વનતંત્રએ તકેદારીના ભાગરૂપે હરકતમાં આવીને ઈન્ડીયન વેટરનરી રીસર્ચ ઈન્ટીસ્યુટ બરેલીના ત્રણ નિષ્ણાંતો, દિલ્હીના જુના ૫ નિષ્ણાંત, અને લાઈન સફારી ઈટાવા યુપીના ૨ નિષ્ણાતોની સેવા લેવામાં આવી છે. સાવચેતીના પગલા રૂપે અમેરિકાથી પણ અમુક વેકસીન મંગાવી છે.
ગીરના પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોજોઆ ઈન્ફેકશનજોવા મળતા વન અધિકારીઓ ચોકી ઉઠ્યા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના રીપોર્ટ પ્રમાણે ટીસ્કથી ફેલાતો પ્રોટોજોઆ ઈન્ફેકશન સિંહની ઈમ્યુ સીસ્ટમ પર અસર કરે છે. અને લોહીના રકતકણોને તોડી નાખે છે. આ એકકોસય સજીવ અમીબા છે. પ્રોટોજોઆના રીપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યુસીસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝુથી આવેલા ડોકટરો દ્વારા વેકસીનેસન કરવામાં આવે તેવી શકયતાઓ છે. જોકે નજીક ભવિષ્યમાં પૂના વાયરોલોજીના રીપોર્ટવાળાસિંહો તથા પ્રોટોજોઆ રીપોર્ટ વાળાસિંહોના ઘનિષ્ટ સારવારમાં ઈટાવા દિલ્હીના નિષ્ણાતોની ટીમ સાથે જૂનાગઢ ઝુના અનુભવી ડોકટરો પણ જોડાશે.
તા. ૨૪થી ૨૯ સપ્ટે. દરમ્યાન ૫૫૦ કર્મચારીઓની ૧૪૦ જેટલી ટીમોએ આશરે ૩૦૦૦ ચો.કી. વિસ્તારમાં ઈજાગ્રસ્ત અને બિમાર સિંહોને શોધવાનું સ્ક્રિનીંગ હાથ ધર્યું હતુ ત્યારે છેલ્લી સિંહોની વસ્તીગણતરીની ધ્યાને લેતા સિંહોની વસ્તીમાંવધારો થયો હોવાનુંજાણવા મળ્યું છે. કુલ ૬૦૦ જેટલા સિંહોની નિરીક્ષણકરવામાં આવ્યું છે. જેમાંથી માત્ર ૯ સિંહ બિમાર જોવા મળ્યા છે. પાંચ સિંહ રેસ્કયુ કરીને સેન્ટર સાથે સારવારમાટે લાવવામાં આવેલ છે.