અતિકુપોષિત ૪૨ બાળકોને એક વર્ષ માટે દતક લેવામાં આવ્યા
ગોંડલ તાલુકાના અતિ કુપોષિત ૪૨ બાળકોને એક વર્ષ માટે દતક લેવામાં આવ્યા છે. આ તમામ દતક બાળકોને દર મહિને પોષણયુકત પાઉડરનો એક ડબ્બો, ૫૦૦ ગ્રામ મિકસ કઠોળ, ઘી, ગોળ તેમજ મહિનામાં બે વાર સુખડી, ફ્રુટ, દુધ વિગેરે આપવામાં આવશે તેમજ દરેક બાળકોનો શારીરિક વિકાસનો રેકોર્ડ રાખવામાં આવશે.
આ માટે ગોંડલ તાલુકા પંચાયત ઓફીસ ખાતે બાળકોને પોષણ આહાર કીટનું વિતરણ તેમજ ડોકટરો દ્વારા બાળકોનું શારીરિક ચેક અપ કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ સ્થાનેથી વત્સલાબેન કુપોષણથી બાળકને બચાવવા વિશે જાણકારી તેમજ જરૂરી સુચના આપી. હિન્દુ યુવા વાહિનીના પ્રોજેકટ ઈન્ચાર્જ પ્રો.પિન્ટુબેને સંગઠન દ્વારા આપવામાં આવેલ પોષણ આહાર કીટ વિશે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે તથા સંસ્થાના દાતા ઈશ્વરચંદ્ર શર્મા, રીટાબેન જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.