ઉત્સાહપૂર્વક જોડાતા ૨૦૮ યુવાનો
બીજા તબક્કામાં ૧૮૧ થી વધુ એપ્રેન્ટીસની પસંદગી
ગુજરાતના દરેક યુવાનને રોજગારી આપવાના ફ્લેગશિપ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે પોરબંદર જિલ્લામાં આજે યુવાનોને રોજગારી આપવાના હેતુએ ખાસ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. પોરબંદર આઇ.ટી.આઇ ખાતે યોજાયેલા મેળામાં ૧૦ બહેનો અને ૧૯૮ ભાઈઓ એમ ૨૦૮ યુવાનો જોડાયા હતા. યુવાનોને વિવિધ સેવાઓની પસંદગી માટે સરકારી સંસ્થાઓ તેમજ નગરપાલિકા અને ખાનગી કંપની સહિત ૧૮ નોકરીદાતા સંસ્થાઓ અને કંપનીઓને આમંત્રિત કરાયા હતાં.
માત્ર ટેકનિકલ જ નહીં પરંતુ વ્યવસાય સેવાકીય ક્ષેત્રોમાં પણ હવે એપ્રેન્ટિસ તરીકે ભરતી થાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જેના પગલે યુવાનોને અને રૂ.૩૦૦૦ થી ૬૦૦૦ સુધીનું સ્ટાઈપેન્ડ મળશે. કુલ ૨૦૮ યુવાનોના રજીસ્ટ્રેશન તેમાથી ૧૮ એકમોમા ૧૮૧ થી વધુ એપ્રેન્ટીસની બીજા તબક્કામાં પસંદગી થઇ હતી. લક્ષ્યાંક મુજબ યુવાનોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી કરવા ભરતી પ્રક્રીયા ચાલુ રહેશે.
આ પ્રસંગે અધિક કલેકટરશ્રી મહેશ જોષીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં રાજ્ય સરકારે એપ્રેન્ટીસ એક્ટ હેઠળ અનેક પ્રકારની સેવાઓનો સમાવેશ કર્યો છે. જેથી યુવાનોને રોજગારીની તકો વધશે. તેમજ પોરબંદર જિલ્લાના ૧૦૦૦ એપ્રેન્ટિસશીપ ભરતીના ટાર્ગેટમાં ફક્ત ૬ મહિનાના ટુકા સમયમાં જ ૭૫% જેટલો ટાર્ગેટ સિધ્ધ થયો છે.આ અગાઉ પ્રથમ તબક્કાનાં ભરતી મેળામાં કુલ ૩૫૦ જેટલા અપ્રેન્ટીસોની ભરતી કરેલ અને આજના આ મેળામાં૧૮૧ જેટલા એપ્રેન્ટિસોને ભરતીનો લાભ મળ્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે નોકરીદાતાઓ ને તેમજ એપ્રેન્ટીસ હેઠળ સેવા માં જોડાનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.જોડાયેલા તમામ યુવાનોને તેમની લાયકાત અને અનુભવ પ્રમાણે અંગેની સેવા મળે તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, મામલતદારશ્રી જે.એમ.વાછાણી,જિલ્લા રોજગાર અધિકારી શ્રી પ્રજાપતી, તેમજ રોજગાર કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.