ઇં૧ગ૧ સાથે ઇં૩ગ૨ નામનો વાઈરસ સરકયુલેશનમાં જોવા મળ્યો: સપ્ટેબરમાં જ ૧૪ના મોત: સૌરાષ્ટ્રમાં ૫ાંચના મોત: સરકારે ડેથ રિવ્યુ કમિટી બનાવી.
મહામારી રૂપે પ્રસરી રહેલા સ્વાઈન ફલુ આ સીઝનનો વધુ જોખમી બની રહેશે તેવો નિર્દેશ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાઈરોલોજી પુના દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્વાઈન ફલુ ૨૦૦૯થી ઘર કરી ગયો છે. એચ-૧ એન-૧ સાથે એચ-૩ એન-૨ સક્યુલેશનમાં જોવા મળતા સ્વાઈન ફલુ વધુ ઝડપથી પ્રસરે અને વધુ જોખમી બને તેવી દહેશત વ્યકત થઈ રહી છે. ચાલુ માસમાં જ રાજયમાં ૧૨૭ કેસ નોંધાયા છે. જેમાં ૧૪ના મોત થયા છે. સૌરાષ્ટ્રમાં એક સપ્તાહમાં જ પાંચના મોતથી સ્વાઈન ફલુની મહામારીના રૂપેમાં પ્રસરે તેવી દહેશત સાથે લોકોમાં ફફડાટ મચી ગયો છે.
પશુ, પક્ષી અને મનુષ્યમાં ઈન્ફલુએન્ઝા રોગ માટે જવાબદાર વાઈરસ (વિષાણુ) કોઈ યજમાનમાં સંમિશ્રિત થાય ત્યારે ઈન્ફલુએન્ઝા રોગ માટે જવાબદાર વાયરસના જનીનીક બંધારણમાં ફેરફાર થાય છે. જેના કારણે નવો વાયરસ એચ-૧ એન-૧ ઉત્પન્ન થાય છે. આ નવા વાયરસની ફલુની બીમારી થાય તો દર્દી રોગપ્રતિકારક શક્તિ ન હોવાના કારણે મૃત્યુ પામતો હોય છે.
આ રોગ ૧૭૮૧માં અને ૧૮૩૦માં રશિયા તેમજ એશિયામાં આ રોગની મહામારી ફેલાય હોવાનું અમદાવાદ હોમીયોપેથ ક્ધસલ્ટીંગ એમ.ડી.ડો.ચૌલા લશ્કરીએ જણાવ્યું હતું. ૧૯૧૮માં સ્પેનમાં આ રોગની મહામારીથી અંદાજે ૭ કરોડ લોકો મૃત્યુ પામ્યા હોવાનું અને સ્પેનીસ ફલુ તરીકે તે સમયે ઓળખાયો હોવાનો દાવો કર્યો હતો. સ્વાઈન ફલુ અંગે રિસર્ચ કરતી પુનાની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી દ્વારા આ વર્ષે એચ-૧ એન-૧ સાથે એચ-૩ એન-૨ નામનો વાયરસ જોવા મળ્યો હતો.
એચ-૧ એન-૧ વાયરસના કારણે દર્દીને શરદી, ખાસી, નાકમાંથી પાણી પડવું, છીક આવવી, સામાન્ય કરતા વધુ તાવ આવવો, ગળામાં દુ:ખાવો, સોજો આવવો, ઠંડી લાગવી, શરીર તૂટવુ, શરીરમાં નબળાઈ, શ્ર્વાસ ચડવો અને કયારેક ઝાડા-ઉલ્ટી થતા તેમજ ફેફસાને વધુ અસર કરતો હતો. જયારે એચ-૩ એન-૨ના કારણે શરીરના અન્ય અંગો પર પણ અસર કરે છે. જેના લક્ષણો પણ એચ-૧ એન-૧ જેવા જ જણાય છે. સ્વાઈન ફલુ પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રી, શ્ર્વાસના રોગો, ડાયાબીટીસ, હૃદયરોગ, કીડની અને એચઆઈવીના દર્દીઓ માટે વધુ જોખમી પુરવાર થઈ શકે છે. સ્વાઈન ફલુ હવા, બોલતી વખતે, ખાસી-છીક અને દર્દી સાથે હાથ મિલાવવા તથા દર્દીની વપરાયેલી વસ્તુને સ્પર્શ કરવાથી ફેલાઈ છે.
સ્વાઈન ફલુનું પરિક્ષણ લોહી કે પેશાબના રિપોર્ટ કરવાથી આવતું નથી. દર્દીને નાક અને ગળાની અંદરના સ્ત્રાવની તપાસ કરવામાં આવે છે.
સ્વાઈન ફલુ સામે સાવચેતી માટે વધુ પાણી પીવુ, પુરતી ઉંઘ અને આરામ લેવો, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું, જાહેરમાં ન થૂકવું, ખાસી કે છીક આવે ત્યારે મોં પર રૂમાલ રાખવો અને વારંવાર હાથ ધોવાના કારણે સ્વાઈન ફલુનો ચેપી રોગ આગળ વધતો અટકી શકે તેમ હોવાનું ડો.ચૌલા લશ્કરીએ મત વ્યકત કર્યો છે.
આ વર્ષે સ્વાઈન ફલુ સપ્ટેબર માસમાં જ પ્રસરી રહ્યો છે. ચાલુ માસમાં જ રાજયમાં ૧૨૭ જેટલા કેસ નોંધાયા છે. જેમાં ૧૪ના મોત નિપજયા છે. સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર અને રાજકોટનાં મેટોડામાં ૧-૧ દર્દી જયારે વેરાવળના બે દર્દી સ્વાઈન ફલુનો શિકાર બન્યા છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસ દરમિયાન સ્વાઈન ફલુના કારણે રાજયના ૨૭ દર્દીઓએ દમ તોડયો છે.
સરકારે સ્વાઈન ફલુ અંગે વધુ સાવધ બની આ વર્ષે ડેથ રિવ્યુ કમીટીની રચના કરી છે. રાજકોટના તબીબ ડો.જયંત મહેતાએ સ્વાઈન ફલુ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સ્વાઈન ફલુનો વાયરસ ફેફસામાં જ અસર કરતા હતા જેનાથી શ્ર્વાસની તકલીફ થતી હતી હવે તે ડેવલોપ થતાં શરીરના કોઈપણ અવયવ પર હુમલો કરવા સક્ષમ છે. બીજી તરફ આ અંગે આરોગ્ય તંત્રમાંથી વિગતો મળી છે કે આ વર્ષે સરકાર ડેથ રિવ્યુ કમીટીની રચના કરી છે. સ્વાઈન ફલુ દરમિયાન કોઈ વ્યક્તિનું મોત થશે તો તેની જૂની બીમારીઓ, હાલત, ચેપ બધુ ચકાસી મૃત્યુનો હાવ ઓછો કરવા પ્રયાસ કરાશે.
સ્વાઈન ફલુને પહોંચી વળવા તંત્ર સજ્જ: તબીબોની રજા રદ્દ
સ્વાઈન ફલુ તાવ-શરદીના દર્દીમાં નોંધપાત્ર વધારો થતાં આઈસોલેશન વિભાગ તૈયાર કરાયો
સ્વાઈન ફલુ વાયરસ અપગ્રેડ થયાના નિર્દેશ અને દર્દીઓમાં થયેલા નોંધપાત્ર વધારાના કારણે તંત્ર સજાગ બની રાજયની તમામ હોસ્પિટલમાં તબીબોની રજા પર જવા પર પ્રતિબંધ ફરમાવી તમામ તબીબોની રજા રદ્દ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલુ તાવ-શરદીના દર્દીઓની સારવારને પહોંચી વળવા આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. સ્વાઈન ફલુ કહેર મચાવતા લોકોમાં ફફડાટ મચી ગયો છે ત્યારે તંત્ર દ્વારા તબીબોની રજા પર પ્રતિબંધ ફરમાવી રજા રદ્દ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે.