જામજોધપુર માકેટીંગ યાર્ડની ચુંટણીમાં તા.ર૪ના રોજ મતદાન થનાર છે તેમજ તા.રપના રોજ પરિણામ જાહેર થશે જેમને લઇને રાજકીય ગરમાવી આ વિસ્તારમાં જોરદાર પ્રસરેલ છે કુલ ૪પ ઉમેદવારી આ ચુંટણી જંગમાં છે.
જેમાં ખેડુત વિભાગ વેપાર વિભાગ તેમજ અન્ય વિભાગમાં આ બધા ઉમેદવારી ચુંટણી લડી રહ્યા જેમાં પુર્વ મંત્રીની એક ધારાસભ્યની એક તેમજ એક પેનલ કોંગ્રેસના અસંતુષ્ક દ્વારા ખેડુત ઉત્કષ સમીતીના પી.વી.જારીયા દ્વારા પેનલ બનાવેલ હોય આમ આચારેય પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. હાલ રાજકીય પક્ષો દ્વારા કુટનીતી અને કાવાદાવાની જાતિ અખ્તાર કરવામાં આવી રહી છે.
હાલ માકેટીંગ યાર્ડમાં ભાજપ જુથ નો કબજો છે ત્યારે ભાજપ સત્તા ટકાવી રાખવા તેમજ કોંગ્રેસ સત્તા મેળવવા મરણીયા પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે ચુંટણી સમયે જ અનેક મંડળીઓ મતદાનથી રદ થતા ચકચાર મચી જવા પામી છે. હાલ ચુંટણીમાં માકેટીંગ યાર્ડના વેપારીઓ તથા ખેડુતોમાં અનેક જાતનો રોષ ભભૂકી રહ્યો હોય ચુટણી પરીણામ વિચિત આવે તો નવાઇ નહીં.