સ્મોલ અને મિડકેપ શેરો પર દબાણ
શેરબજાર ખુલતાની સાથે જ કડડભુસ થયું છે આ લખાય છે ત્યારે બજારમાં ૪૪૦ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. નિફટી ૧૧,૪૨૦ની નીચે લપસી ગયો છે. જયારે સેન્સેકસ પણ ૩૭,૭૦૦ સુધી ગોથા ખાઈ રહ્યો છે. સેન્સેકસ અને નિફટીમાં ૧ ટકા સુધીની નબળાઈ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
બેન્કિંગ, મેટલ, એફએમસીજી, ઓટો, કેપીટલ ગુડઝ, પાવર એન્ડ ઓઈલ અને ગેસના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બેંક નિફટી પણ ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થયું છે. આઈટી શેરોમાં ખરીદીનો માહોલ આવ્યો છે પરંતુ બજારને ઉપાડવા માટે સક્ષમ દેખાતું નથી. ટાઈટન, ઈન્ડિયા બુલ્ઝ હાઉસીંગ, એસબીઆઈ, ભારતીય એરટેલ સહિતના શહેરોમાં અઢી ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે વિપ્રો, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસીસ સહિતના આઈટી શેરો દોઢ ટકા સુધી વઘ્યા છે.
સ્મોલ કેપ અને મીડ કેપ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું છે. અમારા રાજા બેટરીઝ, યુનિયન બેંક, એલએનટી અને આઈજીએલ સહિતના મીડ કેપ શેરો ૨.૭ ટકા સુધી ઘટયા છે જોકે મીડકેપ શેરમાં ડિવાઈસ લેબ, બ્લુ ડાર્ટ, અજંતા ફાર્મા અને લેનમાર્ક જેવા શેર એક ટકા સુધી ઉછળ્યા છે.